________________
૨૬૪
આગમિક વ્યાખ્યાઓ આ ગાથામાં કેટલીક અશુદ્ધિઓ છે. આ પ્રકારની અનેક અશુદ્ધિઓ પ્રસ્તુત પ્રતમાં ભરેલી પડી છે. આ દોષ પ્રસ્તુત પ્રતનો નથી પરંતુ તેની મૂળ પ્રતનો છે જેની આ પ્રતિલિપિ છે.
બૃહદુભાષ્યના પ્રારંભમાં એવી કેટલીક ગાથાઓ છે જે લઘુભાષ્યમાં પાછળ આવે છે. ઉદાહરણ રૂપે કેટલીક ગાથાઓ અહીં ઉદ્ધત કરવામાં આવે છે
कडकरणं दव्वे सासणं तु सच्चेव दव्वतो आणा । दव्वनिमित्तं वुभयं दोण्ह वि भावे इमं चेव ॥ ३६ ॥ दव्ववती दव्वाति जाति गहिताति मुंचति ण ताव । आराहणि दव्वस्स तु दोण्ह वि पडिपक्खे भाववई ॥ ३७ ॥ दव्वाण दव्वभूतो दव्वट्ठाए व वेज्जमातीया । अध दव्वे उवदेसो पण्णवणा आगमो चेव ॥ ३८ ॥ अणुयोगो (य णियोगो) भास विभासा य वत्तियं चेव । एते अणुयोगस्स तु णामा एगट्ठया पंच ॥ ४१ ॥
- बृहत्कल्प-बृहद्भाष्य, पृ. ५-६ (संशोधित) कडकरणं दव्वे सासणं तु दव्वे व दव्वओ आणा । दव्वनिमित्तं वुभयं, दुन्नि वि भावे इमं चेव ॥ १८४ ॥ दव्ववती दव्वाइं गहियाइं मुंचइ न ताव । आराहणि दव्वस्स वि, दोहि वि भावस्स पडिवक्खो ॥ १८५॥ दव्वाण दव्वभूओ, दव्वट्ठाए व विज्जमाईया । अह दव्वे उवएसो, पन्नवणा आगमे चेव ॥ १८६ ॥ अणुयोगो य नियोगो, भास विभासा य वत्तियं चेव । एए अणुओगस्स उ, नामा एगट्ठिया पंच ॥ १८७ ॥
- बृहत्कल्प-लघुभाष्य, भा. १. ઉપર્યુક્ત ગાથાઓથી એ સ્પષ્ટ છે કે બંને ભાષ્યોની કેટલીક ગાથાઓમાં ક્યાંકક્યાંક આગળ-પાછળ હેરફેર પણ થઈ છે. બૃહદૃભાષ્યકારે લઘુભાષ્યની કેટલીક ગાથાઓ કોઈ વ્યાખ્યાન વગર એમની એમ જ પોતાના ભાષ્યમાં ઉદ્ધત કરી છે. જેમનું વ્યાખ્યાન કરવું તેમને આવશ્યક પ્રતીત ન થયું તે ગાથાઓના વિષયમાં તેમણે આ જ નીતિ અપનાવી છે. ઉદાહરણ તરીકે લઘુભાષ્યની નામ અને સ્થાપના મંગલવિષયક છઠ્ઠી, સાતમી અને આઠમી આ ત્રણ ગાથાઓ બૃહદૃભાષ્યમાં ક્રમશ: એક સાથે આપવામાં આવી છે. આનું બૃહદુભાષ્યકારે તે પ્રસંગ પર કોઈ વધારાનું વિવેચન નથી કર્યું. દ્રવ્યમંગલવિષયક નવમી ગાથાના વિષયમાં આ વાત નથી. આ १. पृ. १८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org