________________
સપ્તમ પ્રકરણ
ઓઘનિર્યુક્તિ-બૃહદ્ભાષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી પાસે ઘનિર્યુક્તિ-બૃહભાષ્યની એક હસ્તલિખિત પ્રતિ છે જેમાં ૨૫૧૭ ગાથાઓ છે, તેમાં નિર્યુક્તિ-ગાથાઓ પણ સમ્મિલિત છે. પ્રારંભમાં નિર્યુક્તિની નિમ્ન ગાથાઓ છે :
अरिहंते वंदित्ता चोद्दसपुव्वी तहेव दसपुवी । एक्कारसंगसुत्तस्थधारए सव्वसाहू य ॥ १ ॥ ओहेण य निज्जुतिं वोच्छं चरणकरणाणुओगातो ।
अप्पक्खरं महत्थं अणुग्गहत्थं सुविहियाणं ॥ २ ॥ આ ગાથાઓમાં નિર્યુક્તિકારે અરિહંત, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી તથા એકાદશાંગસૂત્રાર્થધારક બધા સાધુઓને નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે. ભાષ્યકારે આ જ નિર્યુક્તિની ગાથાઓનાં વિવેચન રૂપે પ્રસ્તુત ભાષ્યનું નિર્માણ કર્યું છે. ગ્રંથમાં ભાષ્યકારનાં નામ વગેરે વિષયમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. દ્રોણાચાર્યની વૃત્તિ લઘુભાષ્ય પર છે, બૃહભાષ્ય પર નહીં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org