________________
૨૪૯
વ્યવહારભાષ્ય સ્વીકારવી કપ્ય છે. તે સામગ્રી તે સાધુને પૂછીને તેના ગ્રહણ ન કરવાની સ્થિતિમાં જ ગુરુની આજ્ઞાથી અન્ય સાધુને આપી દેવી જોઈએ. કુફ્ફટી(કૂકડી)ના ઈંડા જેટલો અથવા કુક્ષી (પેટ)માં સુખપૂર્વક ભરી શકાય તેટલા આહારના બત્રીસમાં ભાગ અર્થાત્ કુક્ષીઅંડ જેવડા આઠ કોળિયા ખાનાર સાધુ અલ્પાહારી, બાર કોળિયા ખાનાર સાધુ અપાધહારી, સોળ કોળિયા ખાનાર અર્ધાહારી, ચોવીસ કોળિયા ખાનાર પ્રાપ્તાવમૌદર્ય, એકત્રીસ કોળિયા ખાનાર કિંચિદવમૌદર્ય અને બત્રીસ કોળિયા ખાનાર પ્રમાણાહારી કહેવાય છે. કુફ્ફટી અથવા કુકુટીનું વ્યાખ્યાન કરતાં કહેવામાં આવ્યું છે કે “કુત્સિતા કુટી કુકુટી' અર્થાત્ શરીર. તે શરીરરૂપ કુકુટીનું અંડક અર્થાત્ ઈંડા સમાન જે મુખ છે તે કુકુટીઅંડક છે. મુખને અંડક કેમ કહેવામાં આવ્યું? કેમકે ગર્ભમાં સર્વપ્રથમ શરીરનું મુખ બને છે અને પછીથી બાકીનો ભાગ; આથી પ્રથમ નિષ્પન્ન થવાને કારણે મુખને અંડક કહેવામાં આવ્યું છે.' નવમ ઉદેશ :
આ ઉદેશનો મુખ્ય વિષય છે શય્યાતર અર્થાત્ સાગારિકના જ્ઞાતિક, સ્વજન, મિત્ર વગેરે આગંતુકો પાસેથી સંબંધિત આહારના ગ્રહણ-અગ્રહણનો વિવેક તથા સાધુઓની વિવિધ પ્રતિમાઓનું વિધાન. સાગારિકના ઘરની અંદર કે બહાર કોઈ આગંતુક ભોજન કરી રહ્યો હોય અને તે ભોજન સાથે સાગારિકનો સંબંધ હોય અર્થાત્ તેને એમ કહેવામાં આવ્યું હોય કે તારા ખાધા પછી જે કંઈ બચે તેને પાછું સોંપજે તો તે આહારમાંથી સાધુ આગંતુકના આગ્રહ કરવા છતાં પણ કંઈ ન લે. જો તે આહાર સાથે સાગારિકનો કંઈ પણ સંબંધ ન રહી ગયો હોય તો સાધુ તે ગ્રહણ કરી શકે છે. આ જ રીતે સાગરિકના દાસ-દાસી વગેરેના આહારના વિષયમાં પણ સમજવું જોઈએ. ઔષધ વગેરે વિષયમાં પણ એ જ નિયમ છે કે જેનો કોઈ વસ્તુ પર પૂર્ણ અધિકાર હોય તેની જ ઈચ્છાથી તે વસ્તુ ગ્રહણ કરવી જોઈએ.
ભાષ્યકારે પ્રસ્તુત ઉદેશની વ્યાખ્યામાં આદેશ અથવા આવેશ, ચક્રિકા, ગૌલિકા, દિૌષિકા, સૌત્રિકા, બોધિકા,કાસા, ગંધિકાશાલા, શૌન્ડિકશાલા, આપણ, ભાંડ, ઔષધિ વગેરે પદોનો સમાવેશ કર્યો છે.
પ્રતિમાઓના વિવેચનમાં તત્સમ્બન્ધી કાળ, ભિક્ષાપરિમાણ, કરણ અને કરણાન્તર, મોક પ્રતિમાનો શબ્દાર્થ, કલ્પાદિગ્રહણનું પ્રયોજન, મોકનું સ્વરૂપ, મહતી મોકપ્રતિમાનું લક્ષણ વગેરે આવશ્યક વાતો પર સંક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૧. અષ્ટમ ઉદેશ : ગા. ૩૦. ૨. નવમ ઉદેશઃ ગા. ૧-૭૩. ૩. ગા. ૭૪-૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org