________________
વ્યવહારભાષ્ય
૨૪૫
તેની સાથે રહેવી જોઈએ. ગણાવચ્છેદિની માટે ઓછામાં ઓછી ત્રણ સાધ્વીઓ સાથે રાખવાનો નિયમ છે. વર્ષાઋતુ માટે ઉક્ત સંખ્યાઓમાં એકની વૃદ્ધિ કરવામાં આવી છે. નાયિકાનું દેહાવસાન થઈ જાય ત્યારે અન્ય નાયિકાની નિયુક્તિ માટે તે જ નિયમો છે જે ચતુર્થ ઉદેશમાં સાધુઓ માટે બતાવવામાં આવ્યા છે. સાધુને રાત્રિ સમયે, સંધ્યાના સમયે અથવા અન્ય કોઈ સમયે સાપ કરડી જાય તો સર્વપ્રથમ સાધુ અને પછી સાધ્વી, અન્ય પુરુષ અથવા સ્ત્રી પોતાની યોગ્યતા અનુસાર ઉપચાર કરે. એવું કરવાથી સાધુ-સાધ્વી માટે પરિહારતપ અથવા અન્ય કોઈ પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. આ નિયમ સ્થવિરકલ્પીઓ માટે છે. જિનકલ્પીને જો સાપ કરડી જાય તો પણ તે બીજા પાસે કોઈ પણ પ્રકારનો ઉપચાર વગેરે નથી કરાવી શકતો. ભાષ્યકારે ને નિÍથા નિાંથીઞો ય સંમોડ્યા....' (સૂત્ર ૧૯)ની વ્યાખ્યા કરતાં ‘સંભોગિક’નું વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. ‘સંભોગ' છ પ્રકારનો હોય છે ઃ ઓઘ, અભિગ્રહ, દાનગ્રહણ, અનુપાલના, ઉપપાત અને સંવાસ. ઓઘસંભોગના બાર ભેદ છે : ઉપધિ, શ્રુત, ભક્તપાન, અંજલીગ્રહ, દાપના, નિકાચન, અભ્યુત્થાન, કૃતિકર્મ, વૈયાવૃત્ય, સમવસરણ, સન્નિષદ્યા અને કથાપ્રબન્ધનવિષયક. ઉપસંભોગના છ ભેદ છે ઃ ઉદ્ગમશુદ્ધ, ઉત્પાદનાશુદ્ધ, એષણાશુદ્ધ, પરિકર્મણાસંભોગ, પરિહરણાસંભોગ અને સંયોગવિષયક. આ રીતે નિશીથના પાંચમા ઉદ્દેશમાં વર્ણિત સંભોગવિધિ, પ્રાયશ્ચિત્ત વગેરે અનુસાર અહીં પણ ‘સંભોગ’નું વર્ણન સમજી લેવું જોઈએ. ષષ્ઠ ઉદ્દેશ :
આ ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે સાધુને પોતાના સંબંધીને ત્યાંથી આહાર વગેરે ગ્રહણ કરવાની ઈચ્છા થાય તો પોતાનાથી વૃદ્ધ સ્થવિર વગેરેની આજ્ઞા લીધા વગર તેમ કરવું અકલ્પ્ય છે. સ્થવિર વગેરેની આજ્ઞા વિના પોતાના સંબંધીને ત્યાંથી આહાર લેનાર માટે છેદ અથવા રિહારતપનાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આજ્ઞા મળવા છતાં પણ જો જનાર સાધુ અલ્પબોધ હોય તો તેણે એકલા ન જતાં કોઈ બહુશ્રુત સાધુની સાથે જ જવું જોઈએ. ત્યાં જાય ત્યારે તેના પહોંચ્યા પહેલાં જો ભોજન તૈયાર કર્યું હોય તો તે લેવું જોઈએ અન્યથા નહીં.
આચાર્ય તથા ઉપાધ્યાય માટે પાંચ અતિશય હોય છે જેમનું સમુદાયના અન્ય સાધુઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ : (૧) તેઓ બહારથી આવે ત્યારે પગની રજ વગેરે સાફ કરવી તથા પ્રમાર્જના કરવી, (૨) તેમના ઉચ્ચા૨-પ્રસવણ વગેરે (અશુચિ)ને નિર્દોષ સ્થાનમાં ફેંકવાં, (૩) તેમની ઈચ્છા થાય ત્યારે વૈયાવૃત્ય કરવી,
૧. પંચમ ઉદેશ : ગા. ૪૬-૫૨.
Jain Education International
For Private & Personal Use Only
;
www.jainelibrary.org