________________
જીતકલ્પભાષ્ય
૧૯૫ દૃષ્ટાન્ત આપીને હસ્તાદાનનાં સ્વરૂપની પુષ્ટિ કરી છે. આની પછી અંતિમ પ્રાયશ્ચિત્ત પારાંચિકનું વર્ણન શરૂ થાય છે. પારાંચિક:
પારાંચિક-પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ દર્શાવતી વખતે આચાર્યે તીર્થકર, પ્રવચન, શ્રુત, આચાર્ય વગેરેની આશાતના સાથે સંબંધ રાખનાર પારાંચિકનો નિર્દેશ કર્યો છે. સાથે જ કષાયદુષ્ટ, વિષયદુષ્ટ, મ્યાનદ્ધિપ્રમત્ત અને અન્યોન્ય-કુર્વાણ-પારાંચિકનું સ્વરૂપ બતાવતાં લિંગ, ક્ષેત્ર અને કાલની દૃષ્ટિથી પારાંચિકનું વિવેચન કર્યું છે. ત્યાર પછી એ તથ્ય તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે કે અનવસ્થાપ્ય અને પારાંચિક-પ્રાયશ્ચિત્તનો સદ્ભાવ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ સુધી જ રહ્યો છે. જીવકલ્પનો ઉપસંહાર કરતાં જીતકલ્પ સૂત્રના અધ્યયનનો અધિકારી કોણ છે, તેનો ઉત્તર આપતાં ભાષ્યકાર કહે છે કે જે સૂત્ર અને અર્થ બંનેથી પ્રાપ્ત અર્થાત્ યુક્ત છે તે જ જીતકલ્પનો યોગ્ય અધિકારી છે, બાકીનાને તે માટે અયોગ્ય સમજવા જોઈએ. જીતકલ્પના મહત્ત્વ તથા આધાર તરફ એક વાર ફરી નિર્દેશ કરતાં ભાષ્યકારે ભાષ્યની સમાપ્તિ કરી છે." આચારના નિયમો અને વિશેષપણે ચારિત્રના દોષોની શુદ્ધિનું પ્રાયશ્ચિત્ત દ્વારા વિધાન કરનાર જીતકલ્પ સૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યના આ સંક્ષિપ્ત પરિચયથી તેની શૈલી તથા સામગ્રીનું અનુમાન કરવું મુશ્કેલ નથી. જીતકલ્પભાષ્ય આચાર્ય જિનભદ્રની જૈન આચારશાસ્ત્ર પર એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે, તેમાં કોઈ સંદેહ નથી.
૧. ગા. ૨૩૦૧-૨૪૧૦. - ૪: ગા. ૨૫૯૪.
૨. ગા. ૨૪૬૩-૨૫૮૫. ૫. ગા. ૨૬૦૦-૬,
૩. ગા. ૨૫૮૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org