________________
૨૪૨
આગમિક વ્યાખ્યાઓ
આચાર્યે અનેક ઉદાહરણ આપીને ગણધારણ કરનારની યોગ્યતાનું દિગ્દર્શન કરાવ્યું છે. ભાવપરિચ્છિન્ન શિષ્ય વિદ્યમાન હોય તો આચાર્યે તેને ગણધારણની અનુમતિ આપવી જોઈએ તથા પોતાની પાસે શિષ્યો હોય તો ઓછામાં ઓછા ત્રણ શિષ્યો તેને આપી દેવા જોઈએ. આવું કેમ ? એટલા માટે કે ત્રણે શિષ્યોમાંથી એક કોઈ પણ સમયે તેની પાસે રહી શકે તથા બે ભિક્ષા વગેરે માટે જઈ શકે.૧
આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર વગેરે પદવીઓ ધારણ કરનારની યોગ્યતાઅયોગ્યતાનો વિચાર કરતાં આચાર્ય કહે છે કે જેઓ એકાદશાંગસૂત્રાર્થધારી છે, નવમ પૂર્વના જ્ઞાતા છે, કૃતયોગી છે, બહુશ્રુત છે, બલાગમ છે, સૂત્રાર્થવિશારદ છે, ધીર છે, શ્રુતનિઘર્ષ છે, મહાજન-નાયક છે તેઓ આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદોને યોગ્ય છે.
આચાર્ય વગેરેની સ્થાપનાનું વર્ણન કરતાં ભાષ્યકારે નવ, ડહરક, તરુણ, મધ્યમ, સ્થવિર વગેરે વિભિન્ન અવસ્થાઓનું સ્વરૂપ બતાવ્યું છે અને લખ્યું છે કે આચાર્ય મરી જાય ત્યારે વિધિપૂર્વક અન્ય ગણધરનો અભિષેક કરવો જોઈએ. તેવું ન કરનારાઓ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અન્ય ગણધરની સ્થાપના કર્યા વિના આચાર્યના મૃત્યુના સમાચાર પ્રકાશિત ન કરવા જોઈએ. આ વિધાનની પુષ્ટિ માટે રાજાનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. અન્ય ગણધરની સ્થાપના કર્યા વિના આચાર્યના મૃત્યુના સમાચાર પ્રકાશિત કરવાથી ગચ્છક્ષોભનો સામનો કરવો પડે છે. કોઈ એમ વિચારવા લાગે છે કે અમે લોકો હવે અનાથ થઈ ગયા. કેટલાક લોકો સ્વચ્છન્દચારિતાનો પ્રશ્રય લે છે. કોઈ ક્ષિપ્રચિત્ત થઈ જાય છે. ક્યારેક-ક્યારેક સ્વપક્ષ અને ૫૨પક્ષમાં સ્પેન ઊભા થઈ જાય છે. કેટલાક સાધુઓ વેલની જેમ કંપવા લાગે છે. કેટલાક તરુણો આચાર્યની પિપાસાએ અન્યત્ર ચાલ્યા જાય છે.
3
પ્રવર્તિનીના ગુણોનું વર્ણન કરતાં ભાષ્યકારે સાધ્વીઓની દુર્બળતાઓનું ચિત્રણ કર્યું છે તથા સ્ત્રીઓના વિષયમાં લખ્યું છે કે સ્ત્રી જન્મ-સમયે પિતાના વશમાં હોય છે, વિવાહિત થયા પછી પતિના વશમાં થઈ જાય છે તથા વિધવા થાય ત્યારે પુત્રના વશમાં થઈ જાય છે. આ રીતે સ્ત્રી ક્યારેય પણ પોતાના વશમાં નથી રહેતી. જન્મ થતાં જ નારીની માતા-પિતા રક્ષા કરે છે, લગ્ન થઈ જાય ત્યારે પતિ, સસરા, સાસુ વગેરે રક્ષા કરે છે, વિધવા થઈ જાય ત્યારે પિતા, ભાઈ, પુત્ર વગેરે રક્ષા કરે છે. આ જ રીતે આર્થિકાની પણ આચાર્ય, ઉપાધ્યાય, ગણિની – પ્રવ્રુર્તિની વગેરે રક્ષા કરે છે.૪
૧. ગા. ૧૦-૧.
૩. ગા. ૨૨૦-૯.
Jain Education International
૨. ગા. ૧૨૨-૩.
૪. ગા. ૨૩૩-૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org