________________
૨૪૦
આગમિક વ્યાખ્યાઓ કર્મરજનું હરણ થાય છે તે ભાવવિહાર છે. ભાવવિહાર બે પ્રકારનો હોય છે : ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત. ગીતાર્થ બે પ્રકારના છે : ગચ્છગત અને ગચ્છનિર્ગત. ગચ્છનિર્ગત જિનકલ્પિક ગીતાર્થ છે. એ જ રીતે પરિહારવિશુદ્ધિક અને યથાલન્દકલ્પિકપ્રતિમાપન્ન પણ ગીતાર્થ છે. ગચ્છગત ગીતાર્થમાં બે પ્રકારની ઋદ્ધિઓ છે : આચાર્ય અને ઉપાધ્યાય. બાકીના ગીતાર્થનિશ્રિત છે. જે સ્વયં અગીતાર્થ છે અથવા અગીતાર્થનિશ્ચિત છે તે આત્મવિરાધના, સંયમવિરાધના વગેરે દોષોનો ભાગી થાય છે. આ આત્મવિરાધના વગેરે દોષોનું ભાષ્યકારે માર્ગ, ક્ષેત્ર, વિહાર, મિથ્યાત્વ, એષણા, શોધિ, ગ્લાન અને સ્તન – આ આઠ દ્વારોથી નિરૂપણ કર્યું છે. ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત ભાવવિહાર ફરી બે પ્રકારનો છે : સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ. સમાપ્તકલ્પના ફરી બે ભેદ છે : જઘન્ય અને ઉત્કૃષ્ટ, ત્રણ ગીતાર્થોનો વિહાર જઘન્ય સમાપ્તકલ્પ છે. ઉત્કૃષ્ટ સમાપ્તકલ્પ તો બત્રીસ હજારનો હોય છે. ત્રણનો સમાપ્તકલ્પ જઘન્ય હોય છે આથી બે વિચરવાવાળાએ લઘુક માસ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. એ જ રીતે અગીતાર્થો માટે પણ વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે. બેના વિહારમાં અનેક દોષોની સંભાવના રહે છે આથી બેનો વિહાર અકથ્ય છે. ઉપદ્રવ, દુભિક્ષ વગેરે અવસ્થાઓમાં અપવાદરૂપે બેના વિહારનું વિધાન છે. કારણવશાતુ બે સાધુ સાથે વિચરે અને બંનેને કોઈ દોષ લાગે તો એકની તપસ્યાના સમયે બીજાએ તેની સેવા કરવી જોઈએ અને બીજાની તપસ્યાના સમયે પહેલાએ તેની સેવા કરવી જોઈએ. અનેક સમાન સાધુઓ સાથે વિચરતા હોય અને તે બધાને એક સાથે કોઈ દોષ લાગ્યો હોય તો તેમાંથી કોઈ એકને મુખ્ય બનાવીને અન્ય સાધુઓએ તપશ્ચર્યા કરવી જોઈએ. અંતમાં તે મુખ્ય સાધુએ ઉચિત પ્રાયશ્ચિત્ત કરવુ જોઈએ.’
પરિહાર તપ કરનાર જો રોગી થઈ જાય અને તેને કોઈ પ્રકારનો દોષ લાગે તો તેની આલોચના કરીને તેણે તપ કરવું જોઈએ તથા અશક્તિની અવસ્થામાં બીજાઓએ તેની સેવા કરવી જોઈએ. આ વિષયનું વિવેચન કરતાં ભાષ્યકારે પરિહાર તપના વિવિધ દોષો અને પ્રાયશ્ચિત્તોનું વર્ણન કર્યું છે. આ રીતે અનવસ્થાપ્ય, પારાંચિત વગેરે સાથે સંબંધિત વૈયાવૃત્યનું પણ વિધાન કરવામાં આવ્યું છે. ક્ષિપ્તચિત્તની સેવાનું વિવેચન કરતાં આચાર્ય કહે છે કે સંક્ષેપમાં બે પ્રકારના સિચિત્ત હોય છે :
૧. ચતુર્થ વિભાગ : ગા. ૩-ર૧. ૩. ગા. ૩૧-૪૯. ૫. ગા. ૬૨-૧૦૧.
૨. ગા. ૨૪-૯. ૪. ગા. ૫૦-૬૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org