________________
૨૩૮
આગમિક વ્યાખ્યાઓ છે એ જ પ્રકારે કુશીલાદિમાં ભળીને કુશીલાદિની જ જેવો થઈ જાય છે તે અસંક્લિષ્ટ સંસક્ત છે. જે પાંચ પ્રકારના આગ્નવમાં પ્રવૃત્ત હોવા છતાં પણ ત્રણ પ્રકારના ગૌરવથી પ્રતિબદ્ધ હોય છે તથા સ્ત્રી વગેરેમાં બંધાયેલ હોય છે તે સંક્લિષ્ટ સંસક્ત છે. આ બધા પ્રકારના વ્યક્તિઓ માટે વિભિન્ન પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું
સાધુઓના વિહારની ચર્ચા કરતાં એકાકી વિહારનો નિષેધ કરવામાં આવ્યો છે તથા તત્સમ્બન્ધી અનેક દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ વિશેષ કારણ વગર આચાર્યાદિને છોડીને ન રહેવું જોઈએ. જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, પ્રવર્તક અને સ્થવિર – આ પાંચમાંથી એક પણ વિદ્યમાન ન હોય તે ગચ્છમાં ન રહેવું જોઈએ કેમકે ત્યાં અનેક દોષોની સંભાવના રહે છે. ભાગ્યકારે આ દોષોનું સ્વરૂપ સમજાવતાં એક વણિકનું દષ્ટાન્ત આપ્યું છે. તે આ પ્રમાણે છે: કોઈ વાણિયા પાસે ખૂબ જ ધન એકઠું થઈ ગયું. ત્યારે તેણે વિચાર્યું હું ક્યાં જઈને રહું તો આ ધનનો સારો ઉપભોગ કરી શકું? એવો વિચાર કરીને તેણે નિશ્ચય કર્યો કે જ્યાં આ પાંચે આધાર ન હોય ત્યાં રહેવું ઠીક નથી. આ પાંચ આધાર આ છે : રામ, વૈદ્ય, ધનિક, નિયતિક અને રૂપયક્ષ અર્થાત ધર્મપાઠક. જ્યાં રાજાદિ પાંચ પ્રકારના લોકો ન હોય ત્યાં ધનનો અથવા જીવનનો નાશ થયા વગર નથી રહેતો. પરિણામે દ્રવ્યોપાર્જન વિફલ સિદ્ધ થાય છે. અથવા રાજા, યુવરાજ, મહત્તરક, અમાત્ય તથા કુમાર - આ પાંચ પ્રકારના વ્યક્તિઓથી પરિગૃહીત રાજ્ય ગુણવિશાલ હોય છે. આ પ્રકારના ગુણવિશાલ રાજ્યમાં રહેવું જોઈએ. રાજા કેવો હોવો જોઈએ? જે બંને યોનિ અર્થાત માતૃપક્ષ અને પિતૃપક્ષથી શુદ્ધ, પ્રજા પાસેથી આવકનો દસમો ભાગ માત્ર ગ્રહણ કરે, લોકાચાર, દાર્શનિક સિદ્ધાંત તથા નીતિશાસ્ત્રમાં નિપુણ તથા ધર્મમાં શ્રદ્ધા રાખે તે વાસ્તવમાં રાજા છે, શેષ રાજાભાસ છે. રાજા સ્વભુજોપાર્જિત પાંચ પ્રકારના (રૂપરસાદિ) ગુણોનો નિરુદ્વિગ્ન થઈને ઉપભોગ કરે છે તથા દેશપરિપત્થનાદિ વ્યાપારથી વિપ્રમુક્ત હોય છે. યુવરાજ કેવો હોવો જોઈએ ? જે પ્રાત:કાળે ઊઠીને શરીરશુદ્ધિ વગેરે આવશ્યક કાર્યોથી નિવૃત્ત થઈને આસ્થાનિકા (રાજસભા)માં જઈને બધા કામોની વિચારણા કરે છે તે યુવરાજ છે. મહત્તરકનાં લક્ષણ આ છે : જે ગંભીર છે, માર્દવોર્પત છે, કુશલ છે, નીતિ અને વિનયસમ્પન્ન છે તથા યુવરાજ સાથે મળી રાજકાર્યોનું પ્રક્ષણ કરે છે તે મહત્તરક છે. અમાત્ય કેવો હોવો જોઈએ? જે વ્યવહાર કુશળ અને નીતિસમ્પન્ન થઈને જનપદ, પુરવર (રાજધાની) અને
૧. ગા. ૨૩૪થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org