________________
વ્યવહારભાષ્ય
૨૪૧
લૌકિક અને લોકોત્તરિક વ્યક્તિ ક્ષિક્ષચિત્ત કેમ થાય છે ? આચાર્યે ક્ષિપ્રચિત્ત થવાનાં ત્રણ કારણો બતાવ્યાં છે : રાગ, ભય અને અપમાન. આ ત્રણે પ્રકારનાં કારણોથી વ્યક્તિ ક્ષિપ્તચિત્ત થાય છે. આનું સ્વરૂપ સમજાવવા માટે વિવિધ ઉદાહરણો પણ આપવામાં આવ્યાં છે. ક્ષિપ્તચિત્તને પોતાના હીનભાવમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય, તેનું ભાષ્યકારે વિવિધ દૃષ્ટાન્ત આપીને અત્યન્ત રોચક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. ક્ષિપ્તચિત્તથી તદ્દન વિરોધી સ્વભાવવાળા દીપ્તચિત્તનું વિશ્લેષણ કરતાં આચાર્ય કહે છે કે ક્ષિતચિત્ત અને દીપ્તચિત્તમાં એ અન્તર છે કે ક્ષિપ્તચિત્ત ઘણુંખરું મૌન રહે છે જ્યારે દીઋચિત્ત અનાવશ્યક બક-બક કર્યા કરે છે. દીપ્તચિત્ત થવાના કારણો પર પ્રકાશ નાખતાં બતાવવામાં આવ્યું છે કે ક્ષિતચિત્ત હોવાનું મુખ્ય કારણ અપમાન છે જ્યારે વિશિષ્ટ સમ્માનના મદને કારણે વ્યક્તિ દીપ્તચિત્ત બને છે. લાભમદથી મત્ત હોવાથી અથવા દુર્જય શત્રુઓની જીતના મદથી ઉન્મત્ત થવાથી અથવા આ જ પ્રકારના કોઈ અન્ય કારણથી વ્યક્તિ દીપ્તચિત્ત બને છે. આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે તો મહદ્ભાવ કે જે હીનભાવથી સર્વથા વિપરીત છે, દીપ્તચિત્ત હોવાનું મુખ્ય કારણ છે. આ જ રીતે આચાર્યે યક્ષાવિષ્ટ, ઉન્મત્ત, મોહિત, ઉપસર્ગપ્રાપ્ત, સાધિકરણ, સપ્રાયશ્ચિત્ત, અર્થજાત, અનવસ્થાપ્ય, પારાંચિક વગેરેની શુશ્રુષા, યતના વગેરેનું વર્ણન કર્યું છે. સૂત્રસ્પર્શક વિવેચન કરતાં ભાષ્યકારે એકપાક્ષિકના બે ભેદ કર્યાં છે : પ્રવ્રજ્યાવિષયક અને સૂત્રવિષયક. આ જ પ્રસંગે આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સ્થાપનાની વિધિ, દોષ, પ્રાયશ્ચિત્ત, અપવાદ વગેરે તથા પારિહારિક અને અપારિહારિકના પારસ્પરિક વ્યવહાર, ખાન-પાન, રહેણી-કરણી વગેરેનો પણ વિચાર કરવામાં આવ્યો છે.૪ તૃતીય ઉદેશ :
૩
ગણધા૨ણની ઈચ્છા કરનાર ભિક્ષુની યોગ્યતા-અયોગ્યતાનું નિરૂપણ કરતાં ભાષ્યકારે સર્વપ્રથમ ‘ઇચ્છા’નું નામાદિ નિક્ષેપોથી વ્યાખ્યાન કર્યું છે. તદનન્તર ‘ગણ'નું નિક્ષેપ-પદ્ધતિથી વિવેચન કર્યું છે. ગણધારણ કેમ કરવામાં આવે છે, તેનો ઉત્તર આપતાં ભાષ્યકારે બતાવ્યું છે કે નિર્જરા માટે જ ગણધારણ કરવામાં આવે છે, નહિ કે પૂજા વગેરેના નિમિત્તે. ગણધારણ કરનાર યતિ મહાતળાવ સમાન હોય છે જે અનેક પ્રકારની વિઘ્નબાધાઓમાં પણ ગંભીર તથા શાંત રહે છે. આ જ રીતે
પ
૧. ગા. ૧૦૩-૧૧૬.
૩. ગા, ૧૬૬-૨૧૧.
૫. ચતુર્થ વિભાગ – તૃતીય ઉદેશ : ગા. ૬-૧૬.
―
Jain Education International
૨. ગા. ૧૪૯-૧૫૧.
૪. ગા. ૩૨૧-૩૮૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org