________________
૨૩૯
વ્યવહારભા
૧
નરપતિનું હિત-ચિંતન કરે છે તે અમાત્ય છે. અમાત્ય રાજાને પણ શિક્ષા આપે છે. આ પ્રસંગે ભાષ્યકારે રાજા અને પુરોહિતને પોતપોતાની ભાર્યા દ્વારા કેવી રીતે ઘસેડવામાં આવ્યા, તેનું બહુ જ રોચક ઉદાહરણ આપ્યું છે. કુમારનું સ્વરૂપ આ મુજબ છે : જે દુર્દાન્ત વગેરે લોકોનું દમન કરતો સંગ્રામ નીતિમાં પોતાની કુશળતાનો પરિચય આપે છે તે કુમાર છે. આ પ્રમાણે રાજા વગેરેનાં સ્વરૂપનું વર્ણન કર્યા પછી આચાર્ય, વૈદ્ય વગેરેનું સ્વરૂપ બતાવે છે. જે વૈદ્યશાસ્ત્રોનો સમ્યજ્ઞાતા છે તથા માતા-પિતા વગેરે સંબંધિત રોગોનો નાશ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તે વૈદ્ય છે. જેની પાસે પિતા-પિતામહ વગેરે પરંપરાથી પ્રાપ્ત કરોડોની સંપત્તિ વિદ્યમાન છે તે ધનિક છે. નિયતિક અથવા વૈયતિકનું સ્વરૂપ આ પ્રમાણે છે : જેની પાસે ભોજન માટે નિમ્નલિખિત સત્તર પ્રકારના ધાન્યના ભંડાર ભરેલા હોય તે વૈયતિક નિયતિક છે ઃ ૧. શાલિ, ૨. યવ, ૩. કોદ્રવ, ૪. વ્રીહિ, ૫. રાલક, ૬. તલ, ૭. મુદ્ગ, ૮. માષ, ૯. ચવલ, ૧૦. ચણક, ૧૧. તુવેર, ૧૨. મસુર, ૧૩. કુલત્થ, ૧૪. ગોધૂમ, ૧૫. નિષ્પાવ, ૧૬. અતસી, ૧૭. શણ. રૂપયક્ષનું સ્વરૂપ બતાવતાં ભાષ્યકાર કહે છે કે જે માઢર અને કૌડિન્યની દંડનીતિમાં કુશળ હોય, કોઈની પણ પાસેથી લાંચ નથી લેતો તથા કોઈ પ્રકારનો પક્ષપાત નથી કરતો તે રૂપયક્ષ અર્થાત્ મૂર્તિમાન ધર્મેકનિષ્ઠ દેવ છે. અહીં સુધી વણિક દૃષ્ટાન્તનો અધિકાર છે. આ દૃષ્ટાન્ત સાધુઓ ઉપર ઘટાવતાં આચાર્ય કહે છે કે જે રીતે રાજા વગેરેના અભાવમાં ઉપર્યુક્ત વણિકે ક્યાંક વાસ કરવો ઉચિત નથી તે જ રીતે સાધુ માટે પણ જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગીતાર્થ ન હોય તે ગચ્છમાં રહેવું યોગ્ય નથી. તે પછી ભાષ્યકારે આચાર્ય વગેરેના સ્વરૂપનું વર્ણન કર્યું છે.
ર
દ્વિતીય ઉદેશ ઃ
દ્વિતીય ઉદેશનાં પ્રથમ સૂત્રની સૂત્ર-સ્પર્શિક વ્યાખ્યા કરતાં ભાષ્યકારે ‘દ્વિ’, ‘સાધર્મિક’ અને ‘વિહાર'નું નિક્ષેપ-પદ્ધતિથી વિવેચન કર્યું છે. ‘દ્વિ’શબ્દનો છ પ્રકારે નિક્ષેપ થાય છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. ‘સાધર્મિક’ શબ્દના નિમ્નલિખિત બાર નિક્ષેપ છે : નામ,સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. ‘વિહાર' શબ્દનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપથી વિચાર થાય છે. જેનાથી વિવિધ પ્રકારની
૧. તૃતીય વિભાગ ઃ પૃષ્ઠ ૧૨૭-૧૩૧. ૨. એજન, પૃ. ૧૩૧-૨. ૩. એજન, પૃ. ૧૩૨-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org