________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૨૩ સમવસરણપ્રકૃતસૂત્રઃ
શ્રમણ-શ્રમણીઓએ પ્રથમ સમવસરણ અર્થાત્ વર્ષાકાળ સંબંધિત ક્ષેત્રકાળમાં પ્રાપ્ત વસ્ત્રોનું ગ્રહણ ન કરવું જોઈએ. આ નિયમની પરિપુષ્ટિ માટે નિમ્ન વાતોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : વર્ષાઋતુમાં અધિક ઉપધિ લેવાની આજ્ઞા, તેનાં કારણો, તત્સમ્બન્ધી કુટુંબનું દષ્ટાન્ત, વર્ષાઋતુયોગ્ય અધિક ઉપકરણ ન રાખવા સંબંધિત દોષો, વર્ષાઋતુને યોગ્ય ઉપકરણો, તત્સમ્બન્ધી અપવાદ, વર્ષાઋતુની કાળમર્યાદા, વર્ષાવાસના ક્ષેત્રમાંથી નીકળેલા શ્રમણ-શ્રમણીઓ માટે વસ્ત્રાદિ ગ્રહણ કરવાની વિધિ, અપવાદ વગેરે.' યથારત્નાધિકરવસ્ત્રપરિભાજનપ્રકૃતસૂત્રઃ
પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં વસ્ત્ર-વિભાજનની વિધિ તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે. આમાં બતાવવામાં આવ્યું છે કે યથારત્નાધિક પરિભાજનનો શું અર્થ છે, ક્રમભંગમાં શું દોષ છે, ગુરુઓને યોગ્ય વસ્ત્ર કયાં છે, રત્નાધિક કોણ છે, તેનો શું ક્રમ છે, સમ્મિલિત રૂપમાં લાવવામાં આવેલા વસ્ત્રોનાં પરિભાજન – વિભાજનનો શું ક્રમ છે, લોભી સાધુ સાથે વસ્ત્ર-વિભાજન સમયે કેવો વ્યવહાર કરવો જોઈએ વગેરે સચિત્ત, અચિત્ત અને મિશ્રગ્રહણનું વિવેચન કરતાં ભાષ્યકારે બતાવ્યું છે કે જળ, અગ્નિ, ચોર, દુર્મિક્ષ, મહારણ્ય, ગ્લાન, શ્વાપદ વગેરે ભયપ્રદ પ્રસંગોની ઉપસ્થિતિમાં આચાર્ય, ઉપાધ્યાય, ભિક્ષુ, ક્ષુલ્લક અને સ્થવિર– આ પાંચે નિર્ચન્હો તથા પ્રવ્રર્તિની, ઉપાધ્યાયા, સ્થવિરા, ભિક્ષુણી અમે યુલ્લિકા – આ પાંચ નિર્ઝન્થીઓમાંથી કોની કયા ક્રમે રક્ષા કરવી જોઈએ. એ જ રીતે યથારત્નાધિકશધ્યાસંસ્તારકપરિભાજનપ્રકૃતસૂત્રની પણ વ્યાખ્યા કરવામાં આવી છે.* કૃતિકર્મપ્રકૃતસૂત્રઃ
કૃતિકર્મ બે પ્રકારનું છે : અભ્યત્થાન અને વંદનક. નિગ્રન્થ-નિર્ઝન્થીઓએ પાર્શ્વસ્થ વગેરે અન્યતીર્થિક, ગૃહસ્થ, યથાશ્ચંદ વગેરેને જોઈને અભ્યત્થાન ન કરવું જોઈએ અર્થાત ઊભા ન થવું જોઈએ. આચાર્યાદિ વગેરેને આવતા જોઈને અભુત્થાન ન કરનારને દોષ લાગે છે. વંદનક કૃતિકર્મનું સ્વરૂપ દર્શાવતાં નિમ્નોક્ત વાતોની ચર્ચા કરવામાં આવી છે : દેવસિક, રાત્રિક, પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં આચાર્ય, ઉપાધ્યાય વગેરેની વંદના ન કરવા, વંદનાના પદોને ન પાળવા તથા હીનાધિક વંદનક કરવાથી લાગનાર દોષોનું પ્રાયશ્ચિત્ત; વંદનકવિષયક પચીસ આવશ્યક
૧. ગા. ૪૨૩૫-૪૩૭. ૩. ગા. ૪૩૩૩-૪૩પર.
૨. ગા. ૪૩૦૮-૪૩૨૯. ૪. ગા. ૪૩૩૭-૪૪૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org