________________
૨૨૪
આગમિક વ્યાખ્યાઓ ક્રિયાઓ; અનાદત, સ્તબ્ધ, પ્રબુદ્ધ, પરિપિડિત, ટોલગતિ, અંકુશ વગેરે બત્રીસ દોષો અને તેમના માટે પ્રાયશ્ચિત્ત; આચાર્યાદિને વંદના કરવાની વિધિ; વિધિનો વિપર્યાસ કરનાર માટે પ્રાયશ્ચિત્ત; આચાર્યથી પર્યાયને આચાર્ય વંદન કરે કે નહીં-તેનું વિધાન; આચાર્યના રત્નાધિકોનું સ્વરૂપ; વંદના કોને કરવી જોઈએ અને કોને ન કરવી જોઈએ – આનો નિર્ણય; શ્રેણિસ્થિતોને વંદના કરવાની વિધિ; વ્યવહાર અને નિશ્ચયનયથી શ્રેણિસ્થિતોની પ્રામાણિકતાની સ્થાપના; સંયમશ્રેણીનું સ્વરૂપ; અપવાદરૂપે પાર્શ્વસ્થાદિ સાથે કયા સ્થાનોમાં કયા પ્રકારના અભ્યસ્થાન અને વંદનકનો વ્યવહાર રાખવો જોઈએ વગેરે.' અત્તરગૃહસ્થાનાદિપ્રકૃતસૂત્ર:
સાધુ સાધ્વીઓ માટે ઘરની અંદર અથવા બે ઘરોની વચ્ચે રહેવું, બેસવું, સૂવું વગેરે વર્જિત છે. એ જ રીતે અત્તરગૃહમાં ચાર-પાંચ ગાથાઓનું આખ્યાન, પાંચ મહાવ્રતોનું વ્યાખ્યાન વગેરે નિષિદ્ધ છે. ઊભા-ઊભા એકાદ શ્લોક અથવા ગાથાનું આખ્યાન કરવામાં કોઈ દોષ નથી. આનાથી અધિક ગાથાઓ અને શ્લોકોનું વ્યાખ્યાન કરવાથી અનેક પ્રકારના દોષોની સંભાવના રહે છે આથી તેમ કરવું નિષિદ્ધ છે. શધ્યા-સંસ્તારકપ્રકૃતસૂત્રઃ
પ્રથમ શવ્યાસંસ્તારકસૂત્રની વ્યાખ્યામાં એમ બતાવવામાં આવ્યું છે કે શય્યા અને સંસ્મારકના પરિશાટી અને અપરિપાટી આ બે ભેદ છે. શ્રમણ-શ્રમણીઓએ માંગીને લાવેલું શધ્યા-સંસ્મારક સ્વામીને સોંપીને જ અન્યત્ર વિહાર કરવો જોઈએ. આવું ન કરનારને અનેક દોષ લાગે છે.
દ્વિતીય સૂત્રની વ્યાખ્યામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નિર્ઝન્યનિર્ચન્થીઓએ પોતાનાં તૈયાર કરેલાં શય્યા-સંસ્મારક વિખેરીને અન્યત્ર વિહાર કરવો જોઈએ.
તૃતીય સૂત્રના વ્યાખ્યાનમાં તે વાત પર જોર દેવામાં આવ્યું છે કે શવ્યાસંસ્તારકની ચોરી થાય તો પર સાધુ-સાધ્વીઓએ તેની શોધ કરવી જોઈએ. શોધ કરવાથી મળી જાય એટલે સ્વામીને પાછું સોંપવું જોઈએ. ન મળવાથી બીજી વાર યાચના કરીને નવું શય્યા-સંસ્તારક મેળવવું જોઈએ. સંસ્મારક વગેરે ચોરી ન લેવામાં આવે તે માટે ઉપાશ્રયને સૂનો ન મૂકવો જોઈએ. સાવધાની રાખવા છતાં પણ ઉપકરણ વગેરેની ચોરી થઈ જાય તો તેને શોધવા માટે રાજપુરુષોને વિધિપૂર્વક સમજાવવું જોઈએ.૩ ૧
૧.
ગા. ૪૪૧૪-૪૫૫૩.
૨, ગા. ૪૫૫૪-૪૫૯૭.
૩. ગા. ૪પ૯૮-૪૬૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org