________________
૨૩૪
આગમિક વ્યાખ્યાઓ જીતકલ્પભાષ્યમાં મળે છે. પ્રતિસેવના, સંયોજના, આરોપણા અને પરિક્ચના – આ ચારે માટે ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યાં છે. પ્રતિસેવના વગેરેનાં સ્વરૂપ તથા તત્સંબંધી પ્રાયશ્ચિત્તોનો અનેક પ્રકારના ભેદ-પ્રભેદો સાથે વિચાર કરવામાં આવ્યો છે. બૃહત્કલ્પભાષ્યકારની જેમ વ્યવહારભાષ્યકારે પણ અનેક વાતોનું દાન્તપૂર્વક સ્પષ્ટીકરણ કર્યું છે.' પ્રથમ ઉદેશ :
પીઠિકાની સમાપ્તિ પછી આચાર્ય સૂત્ર-સ્પર્શિક નિર્યુક્તિનું વ્યાખ્યાન શરૂ કરે છે. પ્રલંબ વગેરે સંબંધમાં આચાર્ય સંક્ત કર્યો છે કે કલ્પ નામના અધ્યયનમાં જે પ્રકારે આનો નિષેધ કરવામાં આવ્યો છે તે જ પ્રકારે અહીં પણ સમજી લેવું જોઈએ. પ્રથમ સૂત્રમાં આવનાર “ભિક્ષુ' શબ્દનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવદ્રષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. “માસ' શબ્દનું નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનિક્ષેપથી પ્રરૂપણ કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત અધિકાર કાલભાસનો છે. “પરિહાર' શબ્દનું નિમ્ન દષ્ટિઓથી વિવેચન કરવામાં આવ્યું છે : ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. પરિરય, ૫. પરિહરણ, ૬. વર્જન, ૭. અનુગ્રહ, ૮. આપન્ન, ૯. શુદ્ધ. આ જ રીતે “સ્થાન”, “પ્રતિસેવના',
આલોચના' વગેરે પદોની વ્યાખ્યા કરવામાં આવી છે. આલોચનાની વિધિ તરફ નિર્દેશ કરતાં આચાર્ય કહે છે કે જે રીતે એક નાનો બાળક પોતાના માતા-પિતાની સામે સરળ ભાવે પોતાના મનની બધી વાતો કહી દે છે તે જ રીતે આલોચકે પણ સરળ ભાવથી પોતાના ગુરુ સમક્ષ પોતાના પ્રત્યેક પ્રકારના અપરાધ કહી દેવા જોઈએ. એવું કરવાથી તેનામાં આર્જવ, વિનય, નિર્મળતા, નિઃશલ્યતા વગેરે અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. પ્રાયશ્ચિત્તનાં વિધાનો તરફ સંકેત કરતાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે કપટપૂર્વક આલોચના કરનાર માટે કઠોર પ્રાયશ્ચિત્તનો આદેશ
૧. પાવે છે નડ્ડા, પાયછિત્ત તુ પત્રણ તે . पाएण वा वि चित्तं, विसोहए तेण पच्छित्तं ।।
– વ્યવહારભાષ્ય, ૩૫. पावं छिदति जम्हा, पायच्छित्तं ति भण्णते तेणं । पायेण वा वि चित्तं, सोहयई तेण पच्छित्तं ।।
– જીતકલ્પભાષ્ય, ૫. ૨. ગા. ૩૬.
૩. ગા. ૩૭-૧૮૪. ૪. દ્વિતીય વિભાગ: ગા. ૨.
૫, ગા. ૩-૧૨. ૬. ગા. ૧૩-૨૬,
૭. ગા. ૨૭-૯, ૮. ગા. ૧૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org