________________
૨૩૨
આગમિક વ્યાખ્યાઓ છે જેનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સારું અધ્યયન થઈ શકે. તત્કાલીન ભારતીય સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનીતિક વગેરે પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડનારી સામગ્રીનું પણ આમાં બાહુલ્ય છે. આ બધી દષ્ટિઓથી પ્રસ્તુત ભાષ્યનું ભારતીય સાહિત્યના ઈતિહાસમાં નિઃસંદેહ એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન સાહિત્યના ઈતિહાસ માટે આનું મહત્ત્વ આથી ય વધુ છે, એમ કહેવાની જરૂર નથી. સંઘદાસગણિ ક્ષમાશ્રમણનો ભારતીય સાહિત્ય પર અને વિશેષ કરીને જૈન સાહિત્ય પર મહાન ઉપકાર છે કે જેમણે જૈન આચાર પર આ પ્રકારના સમૃદ્ધ, સુવ્યવસ્થિત અને સર્વાંગસુંદર ગ્રંથનું નિર્માણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org