________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૨૭
વ્યવસ્થા કરવી પડે છે. પંડક, ક્લીબ અને વાતિક જેમ પ્રવ્રજ્યા માટે અયોગ્ય છે તેમ જ મુંડન, શિક્ષા, ઉપસ્થાપના, સહભોજન, સહવાસ વગેરે માટે પણ અનુપયુક્ત છે.
૫. વાચનાપ્રકૃતસૂત્ર – અવિનીત, વિકૃતિપ્રતિબદ્ધ અને અવ્યવશમિતપ્રામૃત વાચનાને અયોગ્ય છે. આથી વિપરીત વિનીત, વિકૃતિહીન અને ઉપશાંતકષાય વાચનાને યોગ્ય છે.ર
3
૬. સંજ્ઞાપ્યપ્રકૃતસૂત્ર – દુષ્ટ, મૂઢ અને વ્યુાહિત ઉપદેશ વગેરેના અધિકારી છે. અદુષ્ટ, અમૂઢ અને અવ્યુાહિત ઉપદેશ વગેરેના વાસ્તવિક અધિકારી છે. ૭. ગ્લાનપ્રકૃતસૂત્ર – નિર્પ્રન્થ-નિગ્રન્થીઓ રુગ્ણાવસ્થામાં હોય તે સમયે તેમની વિવિધ યતનાઓ સાથે સેવા કરવી જોઈએ.
૮. કાલ-ક્ષેત્રાતિક્રાન્તપ્રકૃતસૂત્ર – નિર્પ્રન્થ-નિગ્રન્થીઓ માટે કાલાતિક્રાન્ત તથા ક્ષેત્રાતિક્રાન્ત અશનાદિ અકલ્પ્ય છે. જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક માટે કાલાતિક્રાન્ત અને ક્ષેત્રાતિક્રાન્તની ભિન્ન-ભિન્ન મર્યાદાઓ છે.પ
૯. અનેષણીયપ્રકૃતસૂત્ર – ભિક્ષાચર્યામાં કદાચિત્ અનેષણીય – અશુદ્ધ સ્નિગ્ધ અશનાદિ લઈ લેવામાં આવ્યું હોય તો તેને અનુપસ્થાપિત (અનારોપિતમહાવ્રત) શિષ્યને આપી દેવું જોઈએ. જો કોઈ એવો શિષ્ય ન હોય તો તેનું પ્રાશુક ભૂમિમાં વિસર્જન કરી દેવું જોઈએ. એ
૧૦. કલ્પાકલ્પસ્થિતપ્રકૃતસૂત્ર – જે અશનાદિ કલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય છે તે અકલ્પસ્થિત શ્રમણો માટે અકલ્પ્ય છે. આ જ રીતે જે અશનાદિ અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય છે તે કલ્પસ્થિત શ્રમણો માટે અકલ્પ્ય છે.
૧૧. ગણાન્તરોપસમ્પત્પ્રકૃતસૂત્ર કોઈ પણ નિગ્રન્થને કોઈ કારણે અન્ય ગણમાં ઉપસંપદા ગ્રહણ કરવી હોય તો આચાર્ય વગેરેને પૂછીને તેમ કરવું જોઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે જ ગણાન્તરોપસંપદાનો સ્વીકાર કરવામાં આવે છે. જ્ઞાનોપસંપદા, દર્શનોપસંપદા અને ચારિત્રોપસંપદાનાં ગ્રહણની વિભિન્ન વિધિઓ
છે.
૧૨. વિષ્વભવનપ્રકૃતસૂત્ર આમાં મૃત્યુપ્રાપ્ત ભિક્ષુ વગેરેનાં શરીરની પરિષ્ઠાપનાનો વિચાર કરવામાં આવ્યો છે. આના માટે નિમ્નલિખિત દ્વારોનો
૧. ગા. ૫૧૩૮૫૧૯૬. ૪. ગા. ૫૨૩૬-૫૨૬૨. ગા. ૫૩૩૯-૫૩૬૧.
૭.
n Education International
—
૨. ગા. ૫૧૯૭-૫૨૧૦. ૫. ગા. ૫૨૬૩-૫૩૧૪. ૮. ગા. ૫૩૬૨-૫૪૯૬.
For Private & Personal Use Only
૩. ગા. ૫૨૧૧-૫૨૩૫. ૬. ગા. ૫૩૧૫-૫૩૩૮.
www.jainelibrary.org