________________
૨૨૮
આમિક વ્યાખ્યાઓ
આશ્રય લેવામાં આવ્યો છે ઃ ૧. પ્રત્યુપેક્ષણાદ્વાર, ૨. દિગ્વાર, ૩. ણન્તકદ્વાર, ૪. કાલંગતદ્વાર, ૫. જાગરણ-બંધન-છેદનદ્વાર, ૬. કુશપ્રતિમાદ્વાર, ૭. નિવર્તનદ્વાર, ૮. માત્રકદ્વાર, ૯. શીર્ષદ્વાર, ૧૦. તૃણાદિદ્વાર, ૧૧. ઉપકરણદ્વાર, ૧૨. કાયોત્સર્ગદ્વાર, ૧૩. પ્રાદક્ષિણ્યદ્વાર, ૧૪. અભ્યુત્થાનદ્વાર, ૧૫. વ્યાહરણદ્વાર, ૧૬. પરિષ્ઠાપક-કાયોત્સર્ગદ્વાર, ૧૭. ક્ષપણ-સ્વાધ્યાયમાર્ગણાદ્વા૨, ૧૮. વ્યુત્સર્જનદ્વા૨, ૧૯. અવલોકનદ્વા૨.૧
૧૩. અધિકરણપ્રકૃતસૂત્ર – ભિક્ષુનું ગૃહસ્થ સાથે અધિકરણ – ઝઘડો થઈ ગયો હોય તો તેને શાંત કર્યા વિના ભિક્ષાચર્યા વગેરે કરવી અકલ્પ્ય છે.
૧૪. પરિહારિકપ્રકૃતસૂત્ર – પરિહારતપમાં સ્થિત ભિક્ષુને ઈન્દ્રમહાદિ ઉત્સવોના દિવસે વિપુલ ભક્ત-પાનાદિ આપી શકાય છે, પછીથી નહિ. તેની અન્ય પ્રકારની સેવા તો પછીથી પણ કરી શકાય છે.
૧૫. મહાનદીપ્રકૃતસૂત્ર – નિર્ગન્ધ-નિર્ઝન્થીઓએ ગંગા, યમુના, સરયૂ, કોશિકા, મહી વગેરે મહાનદીઓ મહિનામાં એકથી વધારે વા૨ પાર ન કરવી જોઈએ. ઐરાવતી વગેરે ઓછી ઊંડી નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરી શકાય છે. નદી પાર કરવા માટે સંક્રમ, સ્થલ અને નોસ્થલ આ રીતે ત્રણ જાતના માર્ગ
બતાવવામાં આવ્યાં છે.૪
૧૬. ઉપાશ્રયવિધિપ્રકૃતસૂત્ર આ સૂત્રોની વ્યાખ્યામાં નિર્પ્રન્થ-નિગ્રન્થીઓ માટે વર્ષાઋતુ તથા અન્ય ઋતુઓમાં રહેવા યોગ્ય ઉપાશ્રયોનું વર્ણન કરવામાં આવ્યું છે.પ
-
―
પંચમ ઉદ્દેશ :
પાંચમા ઉદ્દેશમાં બ્રહ્માપાય વગેરે અગિયાર પ્રકારનાં સૂત્રો છે. ભાષ્યકારે આ સૂત્રોની વ્યાખ્યામાં નિમ્ન વિષયોનો સમાવેશ કર્યો છે ઃ—
૧. બ્રહ્માપાયપ્રકૃતસૂત્ર – ગચ્છસંબંધી શાસ્ર-સ્મરણવિષયક વ્યાઘાતોનો ધર્મકથા, મહર્દિક, આવશ્યકી, નૈષેધિકી, આલોચના, વાદી, પ્રાધુણક, મહાજન, ગ્લાન વગેરે દ્વારોથી નિરૂપણ, શાસ્રસ્મરણ માટે ગુરુની આજ્ઞા, ગચ્છવાસના ગુણોનું વર્ણન.
૧. ગા. ૫૪૯૭-૫૫૬૫.
૪.
ગા. ૫૬૧૮-૫૬૬૪.
-
-
૨. અધિકરણપ્રકૃતસૂત્ર – અધિકરણ – ક્લેશની શાંતિ ન કરીને સ્વગણ છોડીને અન્ય ગણમાં જનાર ભિક્ષુ, ઉપાધ્યાય, આચાર્ય વગેરે સંબંધિત પ્રાયશ્ચિત્ત, ક્લેશને કારણે ગચ્છનો ત્યાગ ન કરતાં ક્લેશયુક્ત ચિત્તે ગચ્છમાં રહેનાર ભિક્ષુ વગેરેને શાંત
Jain Education International
૨, ગા. ૫૫૬૬-૫૫૯૩. ૫. ગા. ૫૬૬૫-૫૬૮૧.
For Private & Personal Use Only
૩. ગા. ૫૫૯૪-૫૬૧૭.
૬. ગા. ૫૬૮૨-૫૭૨૫.
www.jainelibrary.org