________________
જીતકલ્પભાષ્ય
૧૯૩ ૬. ચિકિત્સાદોષ, ૭. ક્રોધદોષ, ૮. માનદોષ, ૯. માયાદોષ, ૧૦. લોભદોષ, ૧૧. સંસ્તવદોષ, ૧૨. વિદ્યાદોષ, ૧૩. મન્નદોષ, ૧૪. ચૂર્ણદોષ, ૧૫. યોગદોષ, ૧૬. મૂલકર્મદોષ.' આ દોષોનું ભાષ્યકારે બહુ વિસ્તાર-પૂર્વક વર્ણન કર્યું છે. ક્રોધ માટે ક્ષેપકનું, માન માટે ક્ષુલ્લકનું, માયા માટે આષાઢભૂતિનું, લોભ માટે સિંહકેસર નામના મોદકની ઈચ્છા રાખનાર ક્ષેપકનું, વિદ્યા માટે ભિક્ષુ-ઉપાસક અર્થાત બૌદ્ધઉપાસકનું, મંત્ર માટે પાદલિપ્ત અને મુરુંડરાજનું, ચૂર્ણ માટે બે ક્ષુલ્લકોનું અને યોગ માટે બ્રહ્મસ્વૈપિક તાપસીનું ઉદાહરણ આપ્યું છે. ૨
ગ્રહણષણાનું સ્વરૂપ દર્શાવતાં આચાર્ય ગ્રહણષણાના દસ પ્રકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે દસ પદોથી ગ્રહણષણાની શુદ્ધિ થવી જોઈએ તેમનાં નામ આ છે : શંકિત, પ્રક્ષિત, નિક્ષિત, પિહિત, સંદત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત. આ દસ પ્રકારના દોષોનું વિશેષ વર્ણન કર્યા પછી ગ્રામૈષણાનાં સ્વરૂપ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે માટે સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ, કારણ વગેરે દોષોનાં વર્જનનું વિધાન કરવામાં આવ્યું છે. તેની પછી પિણ્ડવિશુદ્ધિ વિષયક અતિચારો સંબંધિત પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે.'
તપ:પ્રાયશ્ચિત્ત સંબંધિત અન્ય સૂત્ર-ગાથાઓનું વિવેચન કરતાં ભાષ્યકારે ધાવન, ડેપન, સંઘર્ષ, ગમન, ક્રીડા, કુધાવના, ઉત્કૃષ્ટિ, ગીત, સેપ્ટિકા, જીવરત વગેરે પદોનું વ્યાખ્યાન કર્યું છે. તપ:પ્રાયશ્ચિત્તની જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ ઉપધિઓનો આશ્રય લેતાં વિસ્મૃત, વિસ્મૃત, અપેક્ષિત, અનિવેદન વગેરે પદોની વ્યાખ્યા કરી છે. આ જ રીતે કાલાતીતકરણ, અધ્વાતીતકરણ, તત્પરિભોગ, પાનાસંવરણ, કાયોત્સર્ગભંગ, કાયોત્સર્ગ-અકરણ, વેગવન્દના, રાત્રિભુત્સર્ગ, દિવસશયન, ચિરકષાય, લશુન, તર્ણાદિ-બંધન, પુસ્તક-પંચક, તૃણપંચક, દૂષ્યપંચક, સ્થાપના કુલ વગેરે સંબંધી દોષ, દર્પ, પંચેન્દ્રિય-વ્યપરોપણ, સંક્લિષ્ટકર્મ, વિધ્વંકલ્પ, ગ્લાનકલ્પ, છેદ, અશ્રદ્ધાન વગેરે અનેક પદોનું આચાર્યે સમ્યફ વિવેચન કર્યું છે.
સામાન્ય તથા વિશેષ આપત્તિની દૃષ્ટિએ તપ:પ્રાયશ્ચિત્તનું શું સ્વરૂપ છે, તેનું વિશ્લેષણ કર્યા પછી ભાષ્યકારે તપોદાનનો વિચાર કર્યો છે. દ્રવ્યનું શું સ્વરૂપ છે અને તે દષ્ટિએ તપોદાનની શું સ્થિતિ છે, ક્ષેત્રના સ્વરૂપની દૃષ્ટિએ તપોદાનનો શું
- ૧. ગા. ૧૩૧૯-૧૩૨૦.
૪. ગા. ૧૬૦પ-૧૬૭૦. ૭. ગા. ૧૭૨૫-૧૯૪.
૨. ગા. ૧૩૯૫-૧૪૬૭. ૫. ગા. ૧૬૮૦-૧૭૧૯.
૩. ગા. ૧૪૭૬. ૬. ગા. ૧૭૨૦-૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org