________________
તૃતીય પ્રકરણ
બૃહત્કલ્પ-લઘુભાષ્ય બૃહત્કલ્પ-લઘુભાષ્યના પ્રણેતા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. આમાં બૃહત્કલ્પ સૂત્રના પદોનું સુવિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. લઘુભાષ્ય હોવા છતાં પણ તેની ગાથા-સંખ્યા ૬૪૯૦ છે. તે છ ઉદેશોમાં વિભક્ત છે. તે સિવાય ભાષ્યના પ્રારંભમાં એક વિસ્તૃત પીઠિકા પણ છે જેની ગાથા-સંખ્યા ૮૦૫ છે. આ ભાષ્યમાં પ્રાચીન ભારતની કેટલીક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રી પણ સુરક્ષિત છે. ડૉ. મોતીચન્દ્ર પોતાના પુસ્તક સાર્થવાહ (પ્રાચીન ભારતની પથ-પદ્ધતિ) માં આ ભાષ્યની કેટલીક સામગ્રીનો “યાત્રી અને સાર્થવાહ'નો પરિચય આપવાની દૃષ્ટિએ ઉપયોગ કર્યો છે. આ જ રીતે અન્ય દષ્ટિઓથી પણ આ સામગ્રીનો ઉપયોગ થઈ શકે છે. ભાષ્યના આગળ આપવામાં આવનાર વિસ્તૃત પરિચયથી એ વાતની ખબર પડી શકશે કે આમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઈતિહાસનો કેટલો મસાલો ભરેલો પડ્યો
છે.
પીઠિકા :
વિશેષાવશ્યક-ભાષ્યની જેમ જ આ ભાષ્યમાં પણ પ્રારંભિક ગાથાઓમાં મંગલવાદની ચર્ચા કરવામાં આવી છે. મંગલ' પદના નિક્ષેપ, મંગલાચરણનું પ્રયોજન, આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવાની વિધિ વગેરે વિષયોની ચર્ચા કર્યા પછી નન્દી – જ્ઞાનપંચકનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના પ્રસંગમાં સમ્યક્તપ્રાપ્તિના ક્રમનો વિચાર કરતાં ઔપશમિક, સાસ્વાદન, લાયોપથમિક, વેદક અને ક્ષાયિક સમ્યક્તનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે.'
અનુયોગનું સ્વરૂપ દર્શાવતાં નિક્ષેપ વગેરે બાર પ્રકારના કારોથી અનુયોગનો વિચાર કરવામાં આવ્યો છે. તેમનાં નામો આ છે : ૧. નિક્ષેપ, ૨. એ કાર્થિક,
૧. નિર્યુક્તિ-લઘુભાષ્ય-વૃત્યુપત બૃહત્કલ્પસૂત્ર (૬ ભાગ) : સંપાદક – મુનિ ચતુરવિજય તથા
પુણ્યવિજય; પ્રકાશક- શ્રી જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૩, ૧૯૩૬, ૧૯૩૮, ૧૯૩૮, ૧૯૪૨. સાર્થવાહ (પ્રાચીન ભારતની પથ-પદ્ધતિ) પ્રકાશક-બિહાર રાષ્ટ્રભાષા પરિષદુ, પટના, સન
૧૯૫૩. ૩. ગા. ૪-૧૩૧.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org