________________
૨૧૬
આગમિક વ્યાખ્યાઓ રાત્રિવસ્ત્રાદિગ્રહણપ્રકૃતસૂત્રઃ
શ્રમણ-શ્રમણીઓને રાત્રિ સમયે અથવા વિકાલમાં વસ્ત્રાદિગ્રહણ નથી કલ્પતું. આ નિયમનું વિશ્લેષણ કરતાં ભાષ્યકારે નિમ્નલિખિત વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે : રાત્રિમાં વસ્ત્રાદિગ્રહણ કરવાથી લાગતા દોષો તથા પ્રાયશ્ચિત્ત; આ નિયમ સંબંધિત અપવાદ; સંયતભદ્ર, ગૃહિભદ્ર, સંયત પ્રાન્ત અને ગૃહિપ્રાન્ત ચોરવિષયક ચતુર્ભગી; સંયતભદ્ર-ગૃહિપ્રાન્ત ચોર દ્વારા લૂંટવામાં આવેલા ગૃહસ્થને વસ્ત્રાદિ આપવાની વિધિ; ગૃહિભદ્ર-સંયત પ્રાન્ત ચોર દ્વારા શ્રમણ અને શ્રમણી આ બંનેમાંથી કોઈ એકને લૂંટી લેવાયું હોય તો પરસ્પર વસ્ત્ર આદાન-પ્રદાન કરવાની વિધિ; શ્રમણ-ગૃહસ્થ, શ્રમણ-શ્રમણી, સમનોજ્ઞ-અમનોજ્ઞ અથવા સંવિગ્ન-અસંવિગ્ન આ બંને પક્ષોને લૂંટી લેવામાં આવ્યા હોય તે વખતે એક બીજાને વસ્ત્ર આદાન-પ્રદાન કરવાની વિધિ. હતાહૃતિકા-હરિતાહૃતિકપ્રકૃતસૂત્રઃ
પહેલાં હૃત અર્થાત્ કરવામાં આવેલું હોય અને પછીથી આહત અર્થાત્ લાવવામાં આવ્યું હોય તેને હતાહત કહે છે. હરિત અર્થાત વનસ્પતિમાં આદત અર્થાત્ પ્રક્ષિપ્તને હરિતાશ્રત કહે છે. ચોરો દ્વારા જે વસ્ત્રનું પહેલાં હરણ કરી લેવામાં આવ્યું હોય અને પછીથી પાછું આપી દેવાયું હોય અથવા જેને ચોરીને વનસ્પતિ વગેરેમાં ફેંકી દેવામાં આવ્યું હોય તેનાં ગ્રહણ સંબંધી નિયમો પર પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રશંગવશાત માર્ગમાં આચાર્યને ગુપ્ત રાખવાની વિધિ અને આવશ્યકતાનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. અધ્વગમનપ્રકૃતસૂત્ર:
શ્રમણ-શ્રમણીઓ માટે રાત્રિમાં અથવા વિકાલમાં અધ્વગમન નિષિદ્ધ છે. અધ્વ પંથ અને માર્ગ ભેદથી બે પ્રકારનો છે. જેની વચમાં ગ્રામ, નગર વગેરે કંઈ પણ ન હોય તેને પંથ કહે છે. જે પ્રામાનુગ્રામની પરંપરાથી યુક્ત હોય તેને માર્ગ કહે છે. રાત્રિમાં માર્ગરૂપ અધ્વગમન કરવાથી મિથ્યાત્વ, ઉફાહ, સંયમવિરાધના વગેરે અનેક દોષો લાગે છે. પંથ બે પ્રકારનો હોય છે : છિન્નાવ્વા અને અછિન્નાધ્વા. રાત્રિ સમયે પંથગમન કરવાથી પણ અનેક દોષો લાગે છે. અપવાદરૂપે રાત્રિગમનની છૂટ છે પરંતુ તેના માટે અધ્વોપયોગી ઉપકરણોનો સંગ્રહ તથા યોગ્ય સાર્થનો સહયોગ આવશ્યક છે. સાથે પાંચ પ્રકારનો છે : ૧. ભંડી, ૨. બહિલક, ૩. ભારવહ, ૪. ઔદરિક અને ૫. કાપેટિક. આમાંથી કયા પ્રકારના સાથે સાથે
૧. ગા. ૨૯૬૯-3000,
૨. ગા. ૩૦૧-૩૦૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org