________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૧૭ શ્રમણ-શ્રમણીઓએ જવું જોઈએ, તે તરફ નિર્દેશ કરતાં આચાર્યે આઠ પ્રકારના સાર્થવાહો અને આઠ પ્રકારના આદિયાત્રિકો અર્થાત્ સાર્થવ્યવસ્થાપકોનો ઉલ્લેખ કર્યો છે. તેની પછી સાર્થવાહની અનુજ્ઞા લેવાની વિધિ અને ભિક્ષા, ભક્તાર્થના, વસતિ, અંડિલ વગેરે સાથે સંબંધ રાખનારી યતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અધ્વગમનોપયોગી અધ્વકલ્પનું સ્વરૂપ દર્શાવતાં અધ્વગમનસંબંધી અશિવ, દુભિક્ષ, રાજકિષ્ટ વગેરે વ્યાઘાતો અને તત્સંબંધી યાતનાઓનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. સંખડિપ્રકૃતસૂત્ર:
સંખડિ’ની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે : સ-તિ સામન खण्ड्यन्ते त्रोटयन्ते जीवानां वनस्पतिप्रभृतीनामायूंषि प्राचुर्येण यत्र प्रकरण विशेषे सा ઉનુ સંવરિત્યુતે અર્થાત જે પ્રસંગ વિશેષમાં સામૂહિક રૂપે વનસ્પતિ વગેરેનો ઉપભોગ કરવામાં આવતો હોય તેને સંખડિ કહે છે. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં એમ બતાવવામાં આવ્યું છે કે નિર્ચન્વ-નિર્ઝન્થીઓએ રાત્રિ સમયે સંખડિમાં અથવા સંખંડિને લક્ષ્યમાં રાખીને ક્યાંય ન જવું જોઈએ. માયા, લોલુપતા વગેરે કારણોથી સંખડિમાં જનારને લાગતા દોષો, વાવત્તિકા, પ્રગણિતા, સક્ષેત્રા, અક્ષેત્રા, બાહ્યા, આકર્ષા વગેરે સંખડિના વિવિધ ભેદો તથા તત્સમ્બન્ધી દોષોનું પ્રાયશ્ચિત્ત, સંખડિમાં જવા યોગ્ય આપવાદિક કારણો અને આવશ્યક યતનાઓ વગેરે વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિચારભૂમિ-વિહારભૂમિપ્રકૃતસૂત્રઃ
નિર્ઝન્યોએ રાત્રિ સમયે વિચારભૂમિ – નીહારભૂમિ અથવા વિહારભૂમિ – સ્વાધ્યાયભૂમિમાં એકલા ન જવું જોઈએ. વિચારભૂમિ બે પ્રકારની છે : કાયિકીભૂમિ અને ઉચ્ચારભૂમિ. આમાં રાત્રિ સમયે એકલા જવાથી અનેક દોષો લાગે છે. અપવાદરૂપે એકલા જવાનો પ્રસંગ આવતાં વિવિધ પ્રકારની યતનાઓનાં સેવનનું વિધાન કરવામાં આવ્યું છે. આ જ રીતે નિર્ચન્થી માટે પણ રાત્રિ સમયે એકલા વિચારભૂમિ અને વિહારભૂમિમાં જવાનો નિષેધ છે. આર્યક્ષેત્રપ્રકૃતસૂત્ર:
આ સૂત્રની વ્યાખ્યામાં આચાર્યે શ્રમણ-શ્રમણીઓને વિહારયોગ્ય ક્ષેત્રની મર્યાદાઓનું વિવેચન કર્યું છે. સાથે જ આર્યક્ષેત્રવિષયક પ્રસ્તુત સૂત્ર અથવા સંપૂર્ણ કલ્પાધ્યયનનું જ્ઞાન ન ધરાવનાર અથવા જ્ઞાન હોવા છતાં પણ તેનું આચરણ ન ૧. ગા. ૩૦૩૮-૩૧૩૮. ૨. ગા. ૩૧૪૦. ૩. ગા. ૩૧૪૧-૩૨૦૬ . ૪. ગા. ૩૨૦૭-૩૨૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org