________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૧૯
વિચાર કરવામાં આવ્યો છે : ૧. સાગારિકદ્વાર, ૨. કઃ સાગારિકદ્વાર, ૩. કદા સાગારિકદ્વાર, ૪. કતિવિધઃ સાગારિકર્પિડદ્વાર, ૫. અશય્યાતરો વા કદાદ્વાર, ૬. શય્યાતઃ કસ્ય પરિહર્તવ્યદ્વાર, ૭. દોદ્ધાર, ૮. કલ્પનીયકારણદ્વાર, ૯. યતનાદ્વાર - પિતા-પુત્રદ્વાર, સપત્નીદ્વાર, વણિજ્રાર, ઘટાદ્વાર અને વ્રજદ્વા૨.૧
આહૃતિકા-નિહૃતિકાપ્રકૃતસૂત્રોની વ્યાખ્યામાં બીજાને ત્યાંથી આવનારી ભોજનસામગ્રીનું દાન કરનાર સાગારિક અને ગ્રહણ કરનાર શ્રમણના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે.
અંશિકાપ્રકૃતસૂત્રની વ્યાખ્યામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી સાગારિકની અંશિકા (ભાગ) અલગ ન કરવામાં આવી હોય ત્યાં સુધી બીજાનો અંશિકાપિંડ શ્રમણ માટે અગ્રહણીય છે. સાગારિકની અંશિકાનું પાંચ પ્રકારના દ્વારોથી વર્ણન કરવામાં આવ્યું છે : ૧. ક્ષેત્રાર, ૨. યંત્રદ્વાર, ૩. ભોજ્યદ્વાર, ૪. ક્ષીદ્વાર અને ૫. માલાકારદ્વાર.૩
પૂજ્યભક્તોકરણપ્રકૃતસૂત્રોનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટ વ્યક્તિઓ માટે નિર્મિત ભક્ત અથવા ઉપકરણો સાગારિક સ્વયં અથવા તેના પરિવારના કોઈ સભ્ય શ્રમણને આપે તો તેવા ગ્રહણ ન કરવાં જોઈએ.૪
ઉપધિપ્રકૃતસૂત્રની વ્યાખ્યામાં જાંગિક, ભાંગિક, સાનક, પોતક અને તિરીટપટ્ટક આ પાંચ પ્રકારના વસ્ત્રોનું સ્વરૂપ, ઉપધિના પરિભોગની વિધિ, તેની સંખ્યા, અપવાદ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.૫
રજોહરણપ્રકૃતસૂત્રની વ્યાખ્યામાં ઔર્ણિક, ઔક્ટ્રિક, સાનક, વચ્ચકચિષ્પક અને મુંજચિક – આ પાંચ પ્રકારના રજોહરણોનાં સ્વરૂપ, તેમનાં ગ્રહણની વિધિ, ક્રમ અને કારણોનો વિચાર કરવામાં આવ્યો છે.
-
તૃતીય ઉદેશ – ઉપાશ્રયપ્રવેશપ્રકૃતસૂત્ર :
પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નિર્પ્રન્થોએ નિર્પ્રન્થીઓના અને નિગ્રન્થીઓએ નિર્રન્થોના ઉપાશ્રયમાં શયન, આહાર, વિહાર, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે કરવું વર્જિત છે. આ પ્રસંગ ૫૨ સ્થવિરાદિને પૂછીને અથવા વગર પૂછે નિર્પ્રન્થીઓના ઉપાશ્રયમાં વગર કારણે જવાથી આચાર્યાદિને લાગનાર દોષો અને ઓધ પ્રાયશ્ચિત્તોનું વર્ણન કરવામાં આવ્યું
૧. ગા. ૩૫૧૮-૩૬૧૫. ૩. ગા. ૩૬૪૩-૩૬૫૨. ૫.
ગા. ૩૬૫૯-૩૬૭૨.
Jain Education International
૨. ગા. ૩૬૧૬-૩૬૪૨.
૪. ગા. ૩૬૫૩-૮.
૬. ગા. ૩૬૭૩૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org