________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૧૯૯ ૧. ઉત્તાનકમલક, ૨. અવાલ્મખમલ્લક, ૩. સંપુટમલ્લક, ૪. ઉત્તાનકખણ્ડમલ્લક, ૫. અવાભુખખડમલ્લક, ૬. સમ્યુટખડમલ્લક, ૭. ભિત્તિ, ૮. પડાલિ, ૯. વલભી, ૧૦. અફાટક, ૧૧. રુચક, ૧૨. કાશ્યપક.'
“માસ' પદનું વિવિધ નિક્ષેપોથી વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે નક્ષત્રમાસ, ચન્દ્રમાસ, ઋતુમાસ, આદિત્યમાસ અને અભિવર્ધિતમાસનું સ્વરૂપ બતાવ્યું છે. તેની પછી માસકલ્પવિહારીઓનું સ્વરૂપ દર્શાવતાં જિનકલ્પિક, સ્થવિરકલ્પિક વગેરેના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જિનકલ્પિક :
જિનકલ્પિકની દીક્ષાની દૃષ્ટિએ ધર્મ, ધર્મોપદેશક અને ધર્મોપદેશને યોગ્ય ભવસિદ્ધિકાદિ જીવોનું સ્વરૂપ દર્શાવતાં ધર્મોપદેશની વિધિ અને તેના દોષોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જિનકલ્પિકની શિક્ષાનું વર્ણન કરતાં શાસ્ત્રાભ્યાસથી થનાર આત્મહિત, પરિજ્ઞા, ભાવસંવર, સંવેગ, નિષ્કમ્પતા, તપ, નિર્જરા, પરદેશકત્વ વગેરે ગુણો તરફ સંકેત કરવામાં આવ્યો છે. જિનકલ્પિક ક્યારે હોય ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભાષ્યકાર કહે છે કે જિનકલ્પિક જિન અર્થાત તીર્થકરના સમયમાં અથવા ગણધર વગેરે કેવલિઓના સમયમાં હોય. આ પ્રસંગનો વિશેષ વિસ્તાર કરતાં આચાર્યે તીર્થકરના સમવસરણ (ધર્મસભા)નું વર્ણન કર્યું છે. આ વર્ણનમાં નિમ્ન વિષયોનો પરિચય આપવામાં આવ્યો છે : વૈમાનિક, જયોતિષ્ક, ભવનપતિ, વ્યંતર વગેરે દેવો એક સાથે એકત્રિત થયા હોય તે સમયે સમવસરણની ભૂમિ સાફ કરવી, સુગંધિત પાણી, પુષ્પ વગેરેની વર્ષા કરવી, સમવસરણના પ્રાકાર, દ્વાર, પતાકા, ધ્વજ, તોરણ, ચિત્ર, ચૈત્યવૃક્ષ, પીઠિકા, દેવચ્છન્દક, આસન, છત્ર, ચામર વગેરેની રચના અને વ્યવસ્થા, ઈન્દ્ર વગેરે મહદ્ધિક દેવોએ એકલા જ સમવસરણની રચના કરવી, સમવસરણમાં તીર્થકરોનો કયા સમયે કઈ દિશામાંથી કઈ રીતે પ્રવેશ થાય છે, તેઓ કઈ દિશામાં મુખ રાખીને ઉપદેશ આપે છે, મુખ્ય ગણધર ક્યાં બેસે છે, અન્ય દિશાઓમાં તીર્થકરોનાં પ્રતિબિમ્બ કેવાં હોય છે, ગણધર, કેવલી, સાધુ, સાધ્વીઓ, દેવ, દેવીઓ, પુરુષો, સ્ત્રીઓ વગેરે સમવસરણમાં ક્યાં બેસે છે અથવા ઊભા રહે છે, સમવસરણમાં એકત્રિત દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરેની મર્યાદાઓ અને પારસ્પરિક ઈર્ષ્યા વગેરેનો ત્યાગ, તીર્થકરની અમોઘ દેશના, ધર્મોપદેશના પ્રારંભમાં તીર્થકરો દ્વારા તીર્થને નમસ્કાર અને તેનાં કારણો, સમવસરણમાં શ્રમણોના આગમનનું અંતર, તીર્થ કર, ગણધર, ૨. ગા. ૧૦૯૪-૧૧૧૧. ૩. ગા. ૧૧૪૩-૧૧૭૧. ૪. ગા. ૧૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org