________________
..
૨૦૪
આગમિક વ્યાખ્યાઓ
છે), પુરઃકર્મસંબંધી પ્રાયશ્ચિત્ત, પુરઃકર્મવિષયક અવિધિનિષેધ અને વિધિનિષેધ, સાત પ્રકારના અવિધિનિષેધ, આઠ પ્રકારના વિધિનિષેધ, પુરઃકર્મવિષયક બ્રહ્મહત્યાનું
દૃષ્ટાન્ત.
૯. ગ્લાનધાર
4
ગ્લાન – રુગ્ણ સાધુના સમાચાર મળતાં જ તેની ખબર કાઢવા માટે જવું જોઈએ, ત્યાં તેની સેવા કરનાર કોઈ છે કે નહિ — તેની તપાસ કરવી જોઈએ, તપાસ ન કરનાર માટે પ્રાયશ્ચિત્ત, ગ્લાન સાધુની શ્રદ્ધાથી સેવા ક૨ના૨ માટે સેવાના પ્રકાર, ગ્લાન સાધુની સેવા માટે કોઈની વિનંતી કે આજ્ઞાની અપેક્ષા રાખનાર માટે પ્રાયશ્ચિત્ત અને તદ્વિષયક મહર્દિક રાજાનું ઉદાહરણ, ગ્લાનની સેવા કરવામાં અશક્તિનું પ્રદર્શન કરનારને શિક્ષા, ગ્લાન સાધુની સેવા માટે જવામાં દુઃખ અનુભવનાર માટે પ્રાયશ્ચિત્ત, ઉદ્ગમ વગેરે દોષોનું બહાનું કાઢનાર માટે પ્રાયશ્ચિત્ત, ગ્લાન સાધુની સેવાના બહાને ગૃહસ્થોને ત્યાંથી ઉત્કૃષ્ટ પદાર્થ, વસ્ત્ર, પાત્ર વગેરે લાવનાર તથા ક્ષેત્રાદિક્રાન્ત, કાલાતિક્રાન્ત વગેરે દોષોનું સેવન કરનાર લોભી સાધુને લાગતા દોષ અને તેમનું પ્રાયશ્ચિત્ત, ગ્લાન સાધુ માટે પથ્યાપથ્ય કઈ રીતે લાવવું જોઈએ, ક્યાંથી લાવવું જોઈએ, ક્યાં રાખવું જોઈએ, તેની પ્રાપ્તિ માટે ગવેષણા કઈ રીતે કરવી જોઈએ, ગ્લાન સાધુના વિશોષણસાધ્ય રોગ માટે ઉપવાસની ચિકિત્સા, આઠ પ્રકારના વૈદ્ય (૧. સંવિગ્ન, ૨. અસંવિગ્ન, ૩. લિંગી, ૪. શ્રાવક, ૫. સંશી, ૬. અનભિગૃહીત અસંશી (મિથ્યા-દૃષ્ટિ), ૭. અભિગૃહીત અસંજ્ઞી, ૮. પરતીર્થક), એમના ક્રમભંગથી લાગનાર દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, વૈદ્ય પાસે જવાની વિધિ, વૈદ્ય પાસે ગ્લાન સાધુને લઈ જવો કે ગ્લાન સાધુ પાસે વૈદ્યને લાવવો, વૈદ્ય પાસે કેવો સાધુ જાય, કેટલા સાધુ જાય, તેમનાં વસ્ત્ર વગેરે કેવાં હોય, જતી વખતે કેવાં શકુન જોવામાં આવે, વૈદ્ય પાસે જનાર સાધુએ વૈદ્ય કયા કામમાં વ્યસ્ત હોય તો રોગી સાધુ વિષયમાં વાત કરવી જોઈએ, કયા કામમાં વ્યસ્ત હોય તો વાતચીત નહિ કરવી જોઈએ, વૈદ્યના ઘરે આવવા માટે શ્રાવકોને સંકેત, વૈદ્ય પાસે જઈને રુગ્ણ સાધુના સ્વાસ્થ્યના સમાચાર કહેવાનો ક્રમ, ગ્લાન સાધુ માટે વૈદ્યનો સંકેત, વૈદ્ય દ્વારા બતાવાયેલાં પથ્યાપથ્ય લભ્ય છે કે નહિ તેનો વિચાર અને લભ્ય ન હોય તો વૈદ્યને પ્રશ્ન, ગ્લાન સાધુ માટે વૈદ્યનું ઉપાશ્રયમાં આવવું,. ઉપાશ્રયમાં આવેલા વૈદ્ય સાથે વ્યવહાર કરવાની વિધિ, વૈદ્યનાં ઉપાશ્રયમાં આગમન વખતે આચાર્ય વગેરેનાં ઊઠવા, વૈદ્યને આસન આપવા અને રોગીને દેખાડવાની વિધિ, અવિધિથી ઊઠવા વગેરેમાં દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, ઔષધ વગેરેના પ્રબંધ વિષયમાં ભદ્રક વૈદ્યનો પ્રશ્ન, ધર્મભાવનારહિત વૈદ્ય માટે ભોજનાદિ તથા ઔષધાદિનાં મૂલ્યની વ્યવસ્થા,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org