________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૦૭ દબાવવાનો વિચાર કરનાર તથા તે ક્ષેત્રમાં જવાનો નિર્ણય કરનાર આચાર્ય. ઉપાધ્યાય વગેરે માટે પ્રાયશ્ચિત્ત, વેદોદય વગેરે દોષોનું અગ્નિ, યોદ્ધા અને ગાડિકનાં દૃષ્ટાન્તો દ્વારા સમર્થન, શ્રમણ અને શ્રમણીઓ ભિન્ન-ભિન્ન ઉપાશ્રયમાં રહેતા હોઈ એક-બીજાના સહવાસથી દૂર રહી શકે છે પરંતુ ગ્રામ વગેરેમાં રહેનાર શ્રમણો માટે ગૃહસ્થ સ્ત્રીઓનો સહવાસ તો અનિવાર્ય છે, આવી સ્થિતિમાં શ્રમણો માટે વનવાસ જ શ્રેષ્ઠ છે – આ પ્રકારની શંકાનું સમાધાન, શ્રમણીઓના સહવાસવાળા ગ્રામ વગેરેના ત્યાગનાં કારણો, એક વગડા અને એક દ્વારવાળા ક્ષેત્રમાં રહેનારા સાધુસાધ્વીઓની વિચારભૂમિ – ચંડિલભૂમિ, ભિક્ષાચર્યા, વિહારભૂમિ, ચૈત્યવંદન વગેરે કારણોથી લાગનાર દોષો અને તેમના માટે પ્રાયશ્ચિત્ત, એક વગડા વગેરે ધરાવતાં જે ક્ષેત્રમાં શ્રમણીઓ રહેતી હોય ત્યાં રહેનાર શ્રમણોને કુલસ્થવિરો દ્વારા રહેવાનાં કારણોની પૂછપરછ, કારણવશાત એક ક્ષેત્રમાં રહેનાર શ્રમણ-શ્રમણીઓ માટે વિચારભૂમિ, ભિક્ષાચર્યા વગેરે વિષયક વ્યવસ્થા, ભિન્ન-ભિન્ન સમુદાયના શ્રમણ અથવા શ્રમણીઓ એક ક્ષેત્રમાં એક સાથે રહેતાં હોય અને તેમાં પરસ્પર કલહ થતો હોય તો તેની શાંતિ માટે આચાર્ય, પ્રવર્તિની વગેરે દ્વારા કરવામાં આવતા ઉપાય, ન કરનારને લાગનાર કલંકાદિ દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત.'
સાધુ-સાધ્વીઓને એક વગડા અને અનેક દ્વારવાળા સ્થાનમાં એક સાથે રહેવાથી જે દોષો લાગે છે તેમનો નિમ્ન દ્વારોથી વિચાર કરવામાં આવ્યો છેઃ ૧. એકાખિક દ્વાર – એક હરોળમાં બનેલાં વાડના અંતરવાળા ઘરોમાં સાથે રહેનાર સાધુ-સાધ્વીઓનો પરસ્પર વાર્તાલાપ, પ્રશ્નોત્તર વગેરેનાં કારણે લાગનાર દોષ, ૨. સપ્રતિમુખદ્વાર દ્વાર – એક બીજાના દ્વારની સામેના ઘરમાં રહેવાથી લાગનાર દોષ, ૩. પાર્જમાર્ગદ્વાર – એક-બીજાની પાસેના અથવા પાછળના દરવાજાવાળા ઉપાશ્રયમાં રહેવાથી લાગનારા દોષ, ૪. ઉચ્ચનીચદ્વાર – શ્રમણ-શ્રમણીઓને એકબીજા પર દૃષ્ટિ પડે તેવા ઉપાશ્રયમાં રહેવાથી લાગનાર દોષો અને તત્સમ્બન્ધી પ્રાયશ્ચિત્ત, દૃષ્ટિ-દોષથી ઉત્પન્ન થનાર દસ પ્રકારના કામવિકારના આવેગ : ૧. ચિંતા, ૨. દર્શનેચ્છા, ૩. દિર્ઘ નિઃશ્વાસ, ૪. જ્વર, ૫. દાહ, ૬. ભોજન-અરુચિ, ૭. મૂચ્છ, ૮. ઉન્માદ,
૯. નિશ્ચેષ્ટા અને ૧૦. મરણ. ૫. ધર્મ-કથાદ્વાર– જ્યાં નિર્ચન્વ-નિર્ચન્થીઓ એકબીજની પાસે રહેતા હોય ત્યાં રાત્રિ સમયે ધર્મકથા, સ્વાધ્યાય વગેરે કરવાની વિધિ, દુર્ભિક્ષ વગેરે કારણોથી અકસ્માત એકવગડા-અનેકઢારવાળા ગ્રામાદિમાં એક સાથે આવવાનો અવસર ઉપસ્થિત થતાં ઉપાશ્રય વગેરેની પ્રાપ્તિનો પ્રયત્ન તથા યોગ્ય ૧. ગા. ૨૧૨૫-૨૨૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org