________________
૨૦૬
આગમિક વ્યાખ્યાઓ નિર્પ્રન્થી દ્વારા પોતાને રહેવા યોગ્ય ક્ષેત્રની પ્રતિલેખના કરવાનો નિષેધ તથા ભરુચમાં બૌદ્ધ શ્રાવકો દ્વારા કરવામાં આવેલા સાધ્વીઓના અપહરણનું વર્ણન, સાધ્વીઓને રહેવા યોગ્ય ક્ષેત્રના ગુણ, સાધ્વીઓને રહેવા યોગ્ય વસતિ – ઉપાશ્રય અને તેનો સ્વામી, સાધ્વીઓને યોગ્ય સ્થંડિલભૂમિ, સાધ્વીઓને તેમનાં રહેવા યોગ્ય ક્ષેત્રમાં લઈ જવાની વિધિ, વારકદ્વાર, ભક્તાર્થનાવિાિર, વિધર્મી વગેરે તરફથી થનારા ઉપદ્રવોથી બચાવ, ભિક્ષા માટે જનારી સાધ્વીઓની સંખ્યા, સમૂહરૂપે ભિક્ષાચર્યા માટે જવાના કારણો તથા યતનાઓ, સાધ્વીઓના ઋતુબદ્ધ કાળ સિવાય એક ક્ષેત્રમાં બે મહિના સુધી રહી શકવાનાં કારણો.
માસકલ્પવિષયક ચતુર્થ સૂત્રનું વિવેચન કરતાં એમ બતાવવામાં આવ્યું છે કે ગ્રામ, નગર વગેરે દુર્ગની અંદર અને બહાર વસેલાં હોય તો અંદર અને બહાર મળીને એક ક્ષેત્રમાં ચાર માસ સુધી સાધ્વીઓ રહી શકે છે. આનાથી વધારે રહેવાથી કેટલાક દોષો લાગે છે જેમનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આપવાદિક કારણોસર વધારે સમય સુધી રહેવાની અવસ્થામાં વિશેષ પ્રકારની યતનાઓનું સેવન કરવું જોઈએ.
સ્થવિરકલ્પ અને જિનકલ્પ આ બંનેમાં કયું મુખ્ય છે ? નિષ્પાદક અને નિષ્પન્ન આ બે દૃષ્ટિઓથી બંને ય પ્રધાન છે. સ્થવિકલ્પ સૂત્રાર્થગ્રહણ વગેરે દૃષ્ટિઓથી જિનકલ્પનું નિષ્પાદક છે, જ્યારે જિનકલ્પ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે દૃષ્ટિઓથી નિષ્પન્ન છે. આ રીતે બંને ય મહત્ત્વપૂર્ણ અવસ્થાઓ હોવાને કારણે પ્રધાન-મહર્ક્ટિક છે. આ દૃષ્ટિકોણને વિશેષ સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે ગુહાર્સિંહ, બે સ્ત્રીઓ અને બે ગોવર્ગોનાં દૃષ્ટાન્ત આપ્યાં છે.
વગડાપ્રકૃતસૂત્રઃ
વગડાનો અર્થ છે પરિક્ષેપ કોટ પરિખા – પ્રાચીર – કિલ્લેબંધી. એક પરિક્ષેપ અને એક દ્વારવાળા ગ્રામ, નગર વગેરેમાં નિર્ગન્ધ-નિગ્રન્થીઓએ એક સાથે ન રહેવું જોઈએ. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે એતત્સમ્બન્ધી દોષો, પ્રાયશ્ચિત્તો વગેરે પર પ્રકાશ પાડ્યો છે. આ વિવેચનમાં નિમ્ન વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે : એક પરિક્ષેપ અને એક દ્વારવાળા ક્ષેત્રમાં નિર્પ્રન્થ અથવા નિર્પ્રન્થીઓના એક સમુદાયના રહેતાં બીજા સમુદાયના આવીને રહેવાથી તેના આચાર્ય, પ્રવર્તિની વગેરેને લાગનાર દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, ક્ષેત્રની પ્રતિલેખના માટે મોકલવામાં આવેલા શ્રમણોની પ્રેરણાથી સાધ્વીઓ દ્વારા અવગૃહીત ક્ષેત્રને
૨. ગા. ૨૧૦૯-૨૧૨૪.
૧. ગા. ૨૧૦૬૮.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org