________________
૧૯૨
આગમિક વ્યાખ્યાઓ આવ્યું છે. સંભ્રમ, ભય, આપત, સહસા, અનાભોગ, અનાત્મવશતા, દુશ્ચિતિત, દુર્ભાષિત, દુશ્લેષ્ટિત વગેરે અપરાધ-સ્થાનો મિશ્ર કોટિનાં છે. ભાષ્યકારે તેમની વિશેષ વ્યાખ્યા કરી છે. વિવેકઃ
| વિવેક-પ્રાયશ્ચિત્તના અપરાધ-સ્થાનોનું વિવેચન કરતાં આચાર્યે પિંડ, ઉપધિ, શપ્યા, તયોગી, કાલાતીત, અધ્વાતીત, શઠ, અશઠ, ઉદ્દગત, અનુગત, કારણગૃહીત વગેરે પદોની વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા બહુ સંક્ષિપ્ત તથા સારગ્રાહી છે. ત્યાર પછી વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્તનું વ્યાખ્યાન શરૂ થાય છે. વ્યુત્સર્ગ:
પંચમં પ્રાયશ્ચિત્ત વ્યુત્સર્ગનાં અપરાધ-સ્થાનોનું વિશ્લેષણ કરવા માટે ભાષ્યકારે મૂલ સૂત્રમાં નિર્દિષ્ટ ગમન, આગમન, વિહાર, શ્રત, સાવદ્યસ્વપ્ર, નાવ, નદી, સન્નાર વગેરે પદોનું સંક્ષિપ્ત વ્યાખ્યાન કર્યું છે. તેની પછી તપઃ પ્રાયશ્ચિત્તનાં અપરાધ-સ્થાનોની વ્યાખ્યા શરૂ થાય છે. તપ:
તપની ચર્ચાના પ્રારંભમાં જ્ઞાન અને દર્શનના આઠ-આઠ અતિચારોનો વિચાર કરવામાં આવ્યો છે. જ્ઞાનના આઠ અતિચાર નિમ્નોક્ત આઠ વિષયો સાથે સંબંધિત છે : ૧. કાલ, ૨. વિનય, ૩. બહુમાન, ૪. ઉપધાન, ૫. અનિહનવન, ૬. વ્યંજન, ૭. અર્થ, ૮. તદુભાય. દર્શનના અતિચારોનો સંબંધ નિગ્ન આઠ વિષયો સાથે છે : ૧. નિઃશંકિત, ૨. નિષ્કાંક્ષિત, ૩. નિર્વિચિકિત્સા, ૪. અમૂઢદષ્ટિ, ૫. ઉપવૃંહણ, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, ૮, પ્રભાવના. આની પછી છ વ્રતરૂપ ચારિત્રના અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારિત્રોદ્ગમનનું સ્વરૂપ દર્શાવતાં ઉદ્દગમના સોળ દોષોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ સોળ દોષ આ પ્રમાણે છે : ૧. આધાકર્મ, ૨.દેશિક, ૩. પૂતિકર્મ, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬. પ્રાભૃતિકા, ૭. પ્રાદુષ્કરણ, ૮. કત, ૯. પ્રામિત્ય, ૧૦. પરાવર્તિત, ૧૧. અભ્યાહત, ૧૨. ઉભિન્ન, ૧૩. માલાહત, ૧૪, આચ્છા, ૧૫. અનિસૃષ્ટ, ૧૬ અથવપૂરક. ઉદ્ગમની પછી ઉત્પાદનાનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – આ ચાર પ્રકારના નિક્ષેપો દ્વારા ઉત્પાદનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આના પણ સોળ દોષ છે: ૧. ધાત્રીદોષ, ૨. દૂતદોષ, ૩. નિમિત્તદોષ, ૪. આજીવદોષ, ૫. વનપકદોષ,
૧. ગા. ૯૩૩-૯૫૪. ૪. ગા. ૯૯૮-૧૦૬૮, ૭. ગા. ૧૦૯૫-૭.
૨. ગા. ૯૫૫-૯૭૧. ૫. ગા. ૧૦૬૯-૧૦૮૬, ૮. ગા. ૧૩૧૩-૮,
૩. ગા. ૯૭૨-૯૯૭. ૬. ગા. ૧૦૯૮-૧૨૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org