________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૮૩ તે સામાન્યાક્ષરાત્મક શ્રુતમાં ન્યપણે અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટપણે અનંતકાલ છે. બાકીમાં જઘન્યપણે અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટપણે દેશોન અર્ધપરાવર્તક છે.' અવિરહિત દ્વાર :
સમ્યક્ત, શ્રત તથા દેશવિરતિ સામાયિકનો ઉત્કૃષ્ટ અવિરત કાળ આવલિકાનો અસંખ્યય ભાગ છે, ચારિત્ર (સર્વવિરતિ)નો આઠ સમય છે. જઘન્યપણે બધા સામાયિકોનો બે સમય છે.
સમ્યક્ત અને શ્રુતનો ઉત્કૃષ્ટ વિરહાકાલ સમ અહોરાત્ર છે, દેશવિરતિનો દ્વાદશ અહોરાત્ર છે. સર્વવિરતિનો પંચદશ અહોરાત્ર છે. ભવકાર :
સમ્યગ્રષ્ટિ તથા દેશવિરત ઉત્કૃષ્ટપણે પલ્યના અસંખ્યય ભાગ જેટલા ભવો પ્રાપ્ત કરે છે. સર્વવિરત ઉત્કૃષ્ટપણે આઠ ભાવો પ્રાપ્ત કરે છે. શ્રુતસામાયિક ધરાવતો ઉત્કૃષ્ટપણે અનંત ભવ પ્રાપ્ત કરે છે (જઘન્યપણે બધા માટે એક ભવ છે). આકર્ષ દ્વાર :
આકર્ષનો અર્થ છે આકર્ષણ અર્થાત્ પ્રથમ વાર અથવા છોડેલાનું પુનર્રહણ. સમ્યક્ત, શ્રુત અને દેશવિરતિ સામાયિકનો એક ભવમાં ઉત્કૃષ્ટ આકર્ષ સહસ્રપૃથક્વ વાર થાય છે, સર્વવિરતિનો શતપૃથર્વ વાર થાય છે (જઘન્યપણે બધાનો એક વાર જ આકર્ષ છે). વિવિધ ભવોની અપેક્ષાએ સમ્યક્ત અને દેશવિરતિના ઉત્કૃષ્ટપણે અસંખ્યય સહસ્ત્રપૃથક્વ આકર્ષ હોય છે, સર્વવિરતિના સહસ્ત્રપૃથક્વ આકર્ષ હોય છે, શ્રતના આકર્ષ તો અનંત છે." સ્પર્શન દ્વાર :
સમ્યક્ત-ચરણયુક્ત પ્રાણી ઉત્કૃષ્ટપણે સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે (જઘન્યપણે અસંખ્યય ભાગનો સ્પર્શ કરે છે). શ્રતના સમચતુર્દશભાગ (, તથા પંચચતુર્દશભાગ ('/) સ્પર્શનીય છે. દેશવિરતિના પંચચતુર્દશભાગ (ા,) સ્પર્શનીય છે." નિરુક્તિ દ્વાર :
અંતિમ દ્વારનું નામ નિયુક્તિ છે. સમ્યક્ત સામાયિકની નિયુક્તિ આ પ્રમાણે છે સમ્યગૃષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવદર્શન, બોધિ, અવિપર્યય, સુદષ્ટિ વગેરે સમ્યત્ત્વના નિરુક્ત – પર્યાય છે. શ્રુત સામાયિકની નિયુક્તિ કરતાં કહેવામાં આવ્યું છે અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિક, સપર્યવસિત, ગમિક અને અંગપ્રવિષ્ટ – આ સાત
૧. ૪.
ગા. ૨૭૭૫. ગા. ૨૭૭૯.
૨. ગા. ૨૭૭૭. ૫. ગા. ૨૭૮૦-૮૧.
૩. ગા. ર૭૭૮. ૬. ગા. ર૭૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org