________________
૧૮૪
આગમિક વ્યાખ્યાઓ અને સાત તેમના પ્રતિપક્ષી – આ રીતે ચૌદ ભેદ-પૂર્વક શ્રુતનો વિચાર કરવો જોઈએ. વિરતાવિરતિ, સંવૃતાસંવૃત, બાલપંડિત, દેશકદેશવિરતિ, અણુધર્મ, અગારધર્મ વગેરે દેશવિરતિ સામાયિકના નિરુક્ત-પર્યાય છે. સામાયિક, સામયિક, સમ્યગ્વાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા, પ્રત્યાખ્યાન - આ આઠ સર્વવિરતિ સામાયિકના નિરુક્ત – પર્યાય છે. અહીં સુધી સામાયિકના ઉપોદ્ઘાતનો અધિકાર છે. નમસ્કારનિયુક્તિઃ
સામાયિકના આ સુવિસ્તૃત ઉપોદ્ઘાતની સમાપ્તિ પછી ભાષ્યકારે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું વિસ્તૃત વિવેચન કર્યું છે. નમસ્કાર (અન્તમંગલરૂપ)ની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આક્ષેપ, પ્રસિદ્ધિ, ક્રમ, પ્રયોજન અને ફલ – આ અગિયાર વારોથી નમસ્કારનું વ્યાખ્યાન કરવું જોઈએ. ભાષ્યકારે આ બધા દ્વારોનું બહુ વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. આ વિવેચનમાં પણ નિક્ષેપ પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો છે જેમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, ભેદ, સંબંધ, કાલ, સ્વામી વગેરે અનેક પ્રભેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક દ્વારના વ્યાખ્યાનમાં યથાસંભવ નયદષ્ટિનો આધાર પણ લેવામાં આવ્યો છે. અતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કેમ કરવા જોઈએ, આનો યુક્તિયુક્ત વિચાર કરવામાં આવ્યો છે. રાગ, દ્વેષ, કષાય વગેરે દોષોની ઉત્પત્તિ વગેરેનું પણ સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. સિદ્ધના સ્વરૂપનું વર્ણન કરતી વખતે આચાર્ય કર્મસ્થિતિ તથા સમુદ્ધાતની પ્રક્રિયાનું પણ વર્ણન કર્યું છે. શૈલેશી અવસ્થાનું સ્વરૂપ દર્શાવતાં શુક્લધ્યાન વગેરે પર પણ પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. સિદ્ધને સાકાર ઉપયોગ હોય છે અથવા નિરાકાર, આની ચર્ચા કરતાં ભાષ્યકારે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદ અને અભેદનો વિચાર કર્યો છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપતું હોય છે કે ક્રમશઃ, આ પ્રશ્ન પર આગમિક માન્યતા અનુસાર વિચાર કરતાં એવા મતની પુષ્ટિ કરી છે કે કેવલીને એક સાથે બે ઉપયોગ નથી હોઈ શકતા. સિદ્ધિગમનક્રિયાનું સ્વરૂપ બતાવતાં આચાર્યે અલાબુ, એરંડલ, અગ્નિશિખા, શર વગેરે દષ્ટાંતોનું સ્પષ્ટીકરણ તથા વિવિધ આક્ષેપોનો પરિહાર કર્યો છે. સિદ્ધસંબંધી અન્ય આવશ્યક વાતોની જાણકારીની સાથે સિદ્ધનમસ્કારનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો છે." આ જ રીતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનમસ્કારનું વિવેચન કરવામાં આવ્યું છે. નમસ્કારના પ્રયોજન, ફલ વગેરે દ્વારોનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે પરિણામ-વિશુદ્ધિનું સમર્થન કર્યું છે અને આ જ દષ્ટિથી જિનાદિપૂજાનું વિવેચન કર્યું ૧. ગા. ૨૭૮૪-૭. ૨. ગા. ૨૮૦૫.
૩. ગા. ૨૮૦૬-૩૦૮૮. ૪. ગા. ૩૦૮૯-૩૧૩૫. ૫. ગા. ૩૧૪૦-૩૧૮૮. ૬, ગા. ૩૧૮૯-૩૨૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org