________________
૧૮૮
આગમિક વ્યાખ્યાઓ તથા પ્રતિષેધ કર્યો છે. નોઈન્દ્રિયપ્રત્યક્ષ આગમ ત્રણ પ્રકારનું છે: અવધિ, મન:પર્યય અને કેવલ. અવધિજ્ઞાન કાં તો ભવપ્રત્યયિક હોય છે કે ગુણપ્રત્યયિક. અવધિના છ ભેદ છે : અનુગામિક, અનાનુગામિક, વર્ધમાનક, હીયમાનક, પ્રતિપાતી અને અપ્રતિપાતી. દ્રવ્યાવધિ; ક્ષેત્રાવધિ, કાલાવધિ અને ભાવાવધિની દષ્ટિએ અવધિજ્ઞાનનો વિચાર કરવામાં આવે છે. મન:પર્યયના બે ભેદ છે : ઋજુમતિ અને વિપુલમતિ. આનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક વિચાર કરવામાં આવે છે. કેવલજ્ઞાન સર્વાવરણનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યની કોઈ એવી ક્ષણ નથી જે કેવલીને પ્રત્યક્ષ ન હોય. ક્ષયોપશમજન્ય મતિ વગેરે જ્ઞાનોનો કેવલીમાં અભાવ છે કેમકે તેનું જ્ઞાન સર્વથા ક્ષયજન્ય છે.'
શ્રતધર આગમતઃ પરોક્ષ વ્યવહારી છે. ચતુર્દશપૂર્વધર, દશપૂર્વધર, નવપૂર્વધર, ગંધહસ્તી વગેરે આ જ કોટિના છે.” પ્રાયશ્ચિત્તનાં સ્થાન :
આની પછી ભાગ્યકાર પોતાના મૂળ વિષય પ્રાયશ્ચિત્તનું વિવેચન શરૂ કરે છે. પ્રાયશ્ચિત્તની ન્યૂનતા-અધિકતા સંબંધી પ્રશ્નોત્તર પછી પ્રાયશ્ચિત્તદાનને યોગ્ય વ્યક્તિનું સ્વરૂપ બતાવતાં આલોચનાના શ્રવણનો ક્રમ બતાવે છે. પ્રાયશ્ચિત્તના અઢાર, બત્રીસ તથા છત્રીસ સ્થાનોનો વિચાર કર્યો છે. બત્રીસ સ્થાનો માટે આઠ ગણિસંપદાઓનું વિવેચન કર્યું છે. આઠ સંપદાઓના પ્રત્યેકના ચાર-ચાર ભેદ કરવામાં આવ્યા છે : ૧. ચાર પ્રકારની આચારસંપદા, ૨. ચાર પ્રકારની શ્રુતસંપદા, ૩. ચાર પ્રકારની શરીરસંપદા, ૪. ચાર પ્રકારની વચનસંપદા, ૫. ચાર પ્રકારની વાચનાસંપદા, ૬. ચાર પ્રકારની મતિસંપદા, ૭. ચાર પ્રકારની પ્રયોગમતિસંપદા, ૮. ચાર પ્રકારની સંગ્રહપરિજ્ઞાસંપદા. આમાં ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિ ઉમેરવાથી પ્રાયશ્ચિત્તના છત્રીસ સ્થાન બની જાય છે. વિનયપ્રતિપત્તિના ચાર ભેદ આ પ્રમાણે છે : આચારવિનય, શ્રતવિનય, વિક્ષેપણવિનય અને દોષનિર્ધાતવિનય. આમાંથી પ્રત્યેકના ફરી ચાર ભેદ છે.* પ્રાયશ્ચિત્તદાતા : - પ્રાયશ્ચિત્ત આપનાર યોગ્ય જ્ઞાનીઓનો અભાવ હોવાથી પ્રાયશ્ચિત્ત કેવી રીતે સંભવી શકે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે પ્રાયશ્ચિત્ત આપવાની
૧. ૩.
ગા. ૭-૧૦૯. ગા. ૧૧૭-૧૪૮.
૨. ગા. ૧૧૦-૬. ૪. ગા. ૧૪૯-૨૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org