________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૮૧ અજવાદિ નહિ. જીવ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરતી વખતે સામાયિક હોય છે. બીજા શબ્દોમાં સામાયિકભાવમાં પરિણતિ થવાને કારણે જીવ જ સામાયિક છે. અન્ય બધા દ્રવ્ય શ્રદ્ધય, જ્ઞય વગેરે ક્રિયારૂપ ઉપયોગના કારણે તેના વિષયભૂત છે. ૧ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયથી સામાયિક દ્રવ્ય છે તથા પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી સામાયિક ગુણ છે. આ તેરમા કિ દ્વારની વ્યાખ્યા થઈ. કિતિવિધ દ્વાર : - ચૌદમા દ્વારા કતિવિધિની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે સામાયિક ત્રણ પ્રકારની છે : સમ્યક્ત, શ્રત તથા ચારિત્ર. ચારિત્ર બે પ્રકારનું છે : આગારિક તથા અનાગારિક. શ્રત અર્થાત અધ્યયન ત્રણ પ્રકારનું છે. સૂત્રવિષયક, અર્થવિષયક અને 'ઉભય વિષયક, સમ્યક્ત નિસર્ગજ તથા અધિગમજ ભેદથી બે પ્રકારનું છે. આ બંનેમાંથી પ્રત્યેકના ઔપશમિક, સાસ્વાદન, ક્ષાયોપથમિક, વેદક અને ક્ષાયિક – આ પાંચ ભેદ થાય છે. આ રીતે સમ્યક્ત દસ પ્રકારનું પણ છે. અથવા કારક, રોચક અને દીપક ભેદથી સમ્યક્તના ક્ષાયિક, ક્ષાયોપથમિક તથા ઔપથમિક – આ ત્રણ ભેદ પણ થાય છે. આ જ રીતે શ્રત અને ચારિત્રના પણ વિવિધ ભેદ થઈ શકે છે. કસ્ય દ્વાર :
જેનો આત્મા સંયમ, નિયમ તથા તપમાં સ્થિત છે તેની પાસે સામાયિક હોય છે. જે ત્રસ અને સ્થાવર બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ – માધ્યશ્મભાવ રાખે છે તેની પાસે સામાયિક હોય છે. જે ન રાગમાં પ્રવૃત્ત હોય છે નષમાં, પરંતુ બંનેની મધ્યમાં રહે છે તે મધ્યસ્થ છે અને બાકીના બધા અમધ્યસ્થ છે." કુત્ર દ્વાર :
આ વારનો નિમ્ન ઉપષ્કારોની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે : ક્ષેત્ર, દિફ, કાલ, ગતિ, ભવ્ય, સંજ્ઞી, ઉચ્છુવાસ, દષ્ટિ, આહાર, પર્યાપ્ત, સુખ, જન્મ, સ્થિતિ, વેદ, સંજ્ઞા, કષાય, આયુષ્ય, જ્ઞાન, યોગ, ઉપયોગ, શરીર, સંસ્થાન, સંહનન, માન, લેશ્યાપરિણામ, વેદના, સમુદ્ઘાતકર્મ, નિર્વેષ્ટન, ઉદ્વર્તન, આમ્રવકરણ, અલંકાર, શયન, આસન, સ્થાન, ચંક્રમણ. કેષુ દ્વારઃ
સામાયિક ક્યા દ્રવ્યો અને પર્યાયોમાં હોય છે? સમ્યક્ત સર્વદ્રવ્ય-પર્યાયગત છે. શ્રુત અને ચારિત્રમાં દ્રવ્ય તો બધા હોય છે, પરંતુ પર્યાય બધા નથી હોતા. દેશવિરતિમાં
૧. ગા. ૨૬૩૩-૨૬૪૦. ૪. ગા. ૨૬૭૯-૨૬૮૦.
૨. ગા. ૨૬૫૮. ૫. ગા. ૨૬૯૧.
૩. ગા. ૨૬૭૩-૭. ૬. ગા. ૨૬૯૨-૨૭૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org