________________
વિશેષાવશ્યકભાષ્ય
સક્ષમ નિર્ભવ :
સપ્તમ નિહ્નવનું નામ ગોઠામાહિલ છે. તેણે એવી માન્યતાનો પ્રચાર કર્યો કે જીવ અને કર્મનો બંધ નહીં પરંતુ સ્પર્શમાત્ર હોય છે. આ જ અબદ્ધ સિદ્ધાન્તને કારણે તે અબદ્ધિક નિર્ભવ નામે પ્રસિદ્ધ છે. આ સિદ્ધાન્તની ઉત્પત્તિ સાથે સમ્બદ્ધ કથા આ પ્રમાણે છે : આર્યરક્ષિતના મૃત્યુ પછી આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર ગણિપદ પર પ્રતિષ્ઠિત થયા. તે જ ગણમાં ગોષ્ઠામાહિલ નામનો એક સાધુ પણ હતો. એક વખત આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર વિન્ધ્ય નામના એક સાધુને કર્મપ્રવાદ નામક પૂર્વનો કર્મબન્ધાધિકાર ભણાવી રહ્યા હતા. તેમાં એવું વર્ણન આવ્યું કે કોઈ કર્મ માત્ર જીવનો સ્પર્શ કરીને જ અલગ થઈ જાય છે. તેની સ્થિતિ અધિક સમય સુધી નથી હોતી. જે રીતે કોઈ સૂકી દીવાલ પર માટી નાખતાં જ દીવાલનો સ્પર્શ કરતાં જ માટી તરત નીચે પડી જાય છે તે જ રીતે કોઈ કર્મ જીવનો સ્પર્શ કરીને થોડાક જ સમયમાં તેનાથી અલગ થઈ જાય છે. જેમ ભીની દીવાલ પર માટી નાખવાથી તે તેમાં જ ચોંટીને એકરૂપ થઈ જાય છે તથા ઘણા સમય પછી તેનાથી અલગ થઈ શકે છે તેવી જ રીતે જે કર્મ બદ્ધ, સ્પષ્ટ તથા નિકાચિત હોય છે તે જીવની સાથે એકત્વ પ્રાપ્ત કરીને કાલાન્તરમાં ઉદયમાં આવે છે. આ સાંભળીને ગોઠામાહિલ કહેવા લાગ્યો – જો એમ વાત છે તો જીવ અને કર્મ ક્યારેય અલગ ન થવા જોઈએ કેમકે તે એકરૂપ થઈ જાય છે. આવી સ્થિતિમાં કર્મબદ્ધને ક્યારેય મોક્ષ ન થઈ શકે કેમકે તે હંમેશા કર્મ સાથે બંધાયેલો રહેશે. એટલા માટે વાસ્તવમાં જીવ અને કર્મનો બંધ જ ન માનવો જોઈએ. માત્ર જીવ અને કર્મનો સ્પર્શ જ માનવો જોઈએ.’” આચાર્યે આ બંને અવસ્થાઓનું રહસ્ય સમજાવ્યું પરંતુ ઈર્ષ્યા તથા અભિનિવેશને કારણે તેના મનમાં તેમની વાત ન બેઠી. અંતે જતાં તેને સંઘથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો.' અષ્ટમ નિર્ભવ :
-
આ અન્તિમ નિદ્ભવ છે. આની પ્રસિદ્ધિ બોટિક – દિગંબર રૂપે છે. કથાનક આ મુજબ છે : રથવીરપુર નામના નગરમાં શિવભૂતિ નામનો એક સાધુ આવ્યો હતો. ત્યાંના રાજાએ તેને બહુમૂલ્ય રત્નકંબલ આપ્યો. આ જોઈને શિવભૂતિના ગુરુ આર્યકૃષ્ણે કહ્યું – “સાધુના માર્ગમાં અનેક અનર્થ ઉત્પન્ન કરનાર આ કંબલ ગ્રહણ કરવો યોગ્ય નથી.’’ તેણે ગુરુની આજ્ઞાની અવહેલના કરીને તે કંબલને છુપાવીને પોતાની પાસે રાખી લીધો. ગોચરચર્યામાંથી આવ્યા બાદ તે પ્રતિદિન તેની સંભાળ લેતો પરંતુ ક્યારેય કામમાં ન લેતો. ગુરુએ આ બધું જોઈને વિચાર્યું – ‘આની આમાં
૧.
ગા. ૨૫૦૯-૨૫૪૯.
Jain Education International
૧૭૯
For Private & Personal Use Only
. www.jainelibrary.org