________________
૧૭૮
આગમિક વ્યાખ્યાઓ
કરવા લાગ્યો. એક વખત રાજગૃહમાં પોતાના મતનો પ્રચાર કરતાં મણિનાગ દ્વારા ભયભીત થઈને તેણે ફરી પોતાના ગુરુ પાસે આવીને પ્રાયશ્ચિત્ત કર્યું.૧ ષષ્ઠ નિર્ભવ :
છઠ્ઠા નિહ્નવનું નામ રોહગુપ્ત અથવા લૂક છે. તેણે બૈરાશિક મતનું પ્રરૂપણ કર્યું. આ મતનો અર્થ છે જીવ, અજીવ અને નોજીવ આ પ્રકારની ત્રણ રાશિઓનો સદ્ભાવ. કથાનક આ મુજબ છે ઃ એક વખત રોહગુપ્ત કોઈ અન્ય ગામથી અંતરંજિકા નગરીના ભૂતગૃહ નામના ચૈત્યમાં ઊતરેલા પોતાના ગુરુ શ્રીગુપ્તને વંદના કરવા જઈ રહ્યો હતો. માર્ગમાં તેણે અનેક પ્રવાદીઓને પરાજિત કર્યા અને બધી હકીકત પોતાના ગુરુ સમક્ષ મૂકી. ત્યાર બાદ તેણે મોરી, નકુલી, બિડાલી, વ્યાધી, સિંહી, ઉલૂકી અને ઉલાવકી વિદ્યાઓ ગ્રહણ કરી તથા પોટ્ટશાલ નામનો પરિવ્રાજક કે જે વૃશ્ચિકી, સર્પ, મૂકી, મૃગી, વરાહી, કાકી તથા પોતાકી વિદ્યાઓમાં સિદ્ધહસ્ત હતો, તેને વાદ માટે પડકાર્યો. રાજસભામાં પોટ્ટશાલે જીવ અને અજીવ આ બે રાશિઓની સ્થાપના કરી. તેને પરાસ્ત કરવા માટે રોહગુપ્તે એક ત્રીજી રાશિ નોજીવની પણ સ્થાપના કરી. આ જ રીતે અન્ય વિદ્યાઓમાં પણ તેને પોતાની મોરી વગેરે વિરોધી વિદ્યાઓ વડે પરાજિત કર્યો. જ્યારે તેણે પોતાના ગુરુ સમક્ષ આ બધો વૃત્તાન્ત કહ્યો ત્યારે ગુરુએ કહ્યું – “તું પાછો જા અને રાજસભામાં જઈને કહે કે રાશિત્રયનો સિદ્ધાન્ત કોઈ વાસ્તવિક સિદ્ધાન્ત નથી. મેં માત્ર વાદીને પરાજિત કરવા માટે જ આ સિદ્ધાન્તની પોતાના બુદ્ધિબળથી સ્થાપના કરી છે. હકીકતમાં રાશિત્રયનો સિદ્ધાન્ત અપસિદ્ધાન્ત છે.” રોહગુપ્તે ગુરુની આ આજ્ઞા ન માની તથા પોતાના અભિનિવેશને કારણે તે રાશિત્રયના સિદ્ધાન્તને જ વળગી રહ્યો. આ જોઈને ગુરુ સ્વયં તેને પોતાની સાથે રાજસભામાં લઈ ગયા. ત્યાંથી રાજા સાથે તેઓ કુત્રિકાપણ (બધી વસ્તુઓ જ્યાં મળતી હોય તેવી દુકાન) પર ગયા. ત્યાં જઈને તેમણે જીવ માગ્યો તો જીવ મળ્યો, અજીવ માંગ્યો તો અજીવ મળ્યો. જ્યારે તેમણે નોજીવ માગ્યો તો કંઈ ન મળ્યું. આ જોઈને સભામાં રોહંગુપ્તના પરાજયની ઘોષણા કરવામાં આવી. આટલું થવા છતાં પણ તેનો અભિનિવેશ ઓછો ન થયો અને તેણે વૈશેષિક મતનું પ્રરૂપણ કર્યું. રોહગુપ્તનું નામ ડુલૂક કેવી રીતે પડી ગયું, તેનું સમાધાન કરતાં ભાષ્યકાર કહે છે કે તેનું નામ તો રોહગુપ્ત છે પરંતુ ગોત્રથી તે ઉલૂક છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના ષટ્ પદાર્થોનું પ્રરૂપણ કરવાને કારણે ઉલૂકગોત્રીય રોહગુપ્તને ષડુલૂક કહેવામાં આવ્યો છે.
૧. ગા. ૨૪૨૪૨૪૫૦,
Jain Education International
—
-
૨. ગા. ૨૪૫૧-૨૫૦૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org