________________
૧૭૬
આગમિક વ્યાખ્યાઓ અનુસાર આટલું બધું દાન આપ્યું છે.” આ સાંભળીને તિષ્યગુપ્તને પોતાના મિથ્યા મતનું ભાન થયું. તેણે પોતાના અભિનિવેશનું પ્રાયશ્ચિત્ત કર્યું અને ગુરુ પાસે ક્ષમાયાચના
કરી. ૧
તૃતીય નિદ્વવ :
ત્રીજા નિતવની માન્યતાનું નામ અવ્યક્ત મત છે. શ્વેતવિકા નગરીના પૌલાષાઢ ચૈત્યમાં આષાઢ નામના આચાર્ય ઉતર્યા હતા. તેમના અનેક શિષ્યો યોગની સાધનામાં સંલગ્ન હતા. આષાઢ અકસ્માતે રાતમાં મરીને દેવ થયા. તેમને પોતાના યોગસંલગ્ન શિષ્યો પર દયા આવી અને તેઓ ફરી પોતાના મૃત શરીરમાં રહેવા લાગ્યા તથા પોતાના શિષ્યોને પૂર્વવત જ આચાર વગેરેનું શિક્ષણ આપતા રહ્યા. જ્યારે યોગ-સાધના સમાપ્ત થઈ ત્યારે તેમણે પોતાના શિષ્યોને વંદના કરીને કહ્યું – “હે શ્રમણો! મને ક્ષમા કરજો કે મેં અસંયતી હોવા છતાં પણ તમારી પાસે આજ સુધી વંદના કરાવી.” આટલું કહીને તેઓ પોતાનું શરીર છોડી દેવલોકમાં ચાલ્યા ગયા. આ જાણીને તેમના શિષ્યોને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો કે અમે અસંયતી – દેવની આટલી વાર વંદના કરી. તેમને ધીરેધીરે એ ખબર પડવા લાગી કે કોઈના વિષયમાં એમ નિશ્ચયપૂર્વક નથી કહી શકાતું કે તે સાધુ છે કે દેવ. એટલા માટે કોઈને વંદના કરવી જ ન જોઈએ. વંદના કરીએ તે વ્યક્તિ સાધુને બદલે દેવ નીકળે તો અસંયતનમનનો દોષ લાગે છે; જો એમ કહેવામાં આવે કે તે સાધુ નથી અને કદાચ સાધુ જ હોય તો મૃષાવાદનું પાપ લાગે છે. આમ કોઈની સાધુતાનો નિશ્ચય જ નથી થઈ શકતો, એટલા માટે કોઈને પણ વંદના ન કરવી જોઈએ. અન્ય સ્થવિરોએ તેમને ખૂબ સમજાવ્યા કે આવો એકાન્તિક આગ્રહ રાખવો ઠીક નથી, પરંતુ તેમણે કોઈનું ન માન્યું અને સંઘથી અલગ થઈને અવ્યક્તમતનો પ્રચાર કરવા લાગ્યા. એકવાર રાજગૃહના બલભદ્ર રાજાએ એવો આદેશ કાઢ્યો કે આ બધા સાધુઓને મારી નાખો. આ જાણીને તે લોકો ખૂબ વ્યાકુળ થયા અને રાજાને કહેવા લાગ્યા– “અમે લોકો સાધુ છીએ. તું અમને કેવી રીતે મરાવી શકે ?” રાજાએ કહ્યું – “આપનું કહેવું તો ઠીક છે પરંતુ હું કેવી રીતે જાણી શકું કે તમે લોકો ચોર છો કે સાધુ?” આ સાંભળીને તે લોકોનો ભ્રમ દૂર થયો અને યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને તેઓ ફરી સંઘમાં સામેલ થયા. આષાઢને કારણે અવ્યક્તમતનો ઉદ્ભવ થયો આથી તેના નામ સાથે આ મતને જોડી દેવામાં આવ્યો. ચતુર્થ નિવ:
આ નિદ્ભવ સામુચ્છેદિકના નામે પ્રસિદ્ધ છે. સમુચ્છેદનો અર્થ છે જન્મ થતાં જ અત્યન્ત નાશ. આ પ્રકારની માન્યતાનો સમર્થક સામુચ્છેદિક કહેવાય છે. આ મતની ૧, ગા. ૨૩૩૩-૨૩૫૫. ૨. ગા. ૨૩૫૬-૨૩૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org