________________
૧૭૪
આગમિક વ્યાખ્યાઓ નિવવાદ :
પોતાના અભિનિવેશને કારણે આગમ-પ્રતિપાદિત તત્વોનો પરંપરાથી વિરુદ્ધ અર્થ કરનાર નિહૃવની કોટિમાં આવે છે. જૈનદષ્ટિએ નિહ્નવ મિથ્યાષ્ટિનો જ એક પ્રકાર છે. અભિનિવેશ વિના થનાર સૂત્રાર્થના વિવાદને કારણે કોઈ નિહ્નવ નથી કહેવાતો, કેમકે આ પ્રકારના વિવાદનું લક્ષ્ય સમ્યકુ અર્થ નિર્ણય છે, નહિ કે પોતાના અભિનિવેશનું મિથ્યા પોષણ. સામાન્ય મિથ્યાત્વી અને નિતવમાં એ ભેદ છે કે સામાન્ય મિથ્યાત્વી જિનપ્રવચનને જ નથી માનતો અથવા મિથ્યા માને છે જયારે નિદ્ભવ તેના કોઈ એક પક્ષનો પોતાના અભિનિવેશના કારણે પરંપરાથી વિરુદ્ધ અર્થ કરે છે તથા બાકીના પક્ષોને પરંપરા અનુસાર જ સ્વીકારે છે. આ રીતે નિદ્વવ વાસ્તવમાં જૈનપરંપરાની અંદર જ એક નવો સંપ્રદાય ઊભો કરી દે છે. જિનભદ્ર વગેરે પાછળના આચાર્યોએ તો દિગંબર સંપ્રદાયને પણ નિતંવ-કોટિમાં નાખી દીધો છે, જેનો સંબંધ શિવભૂતિ બોટિક નિદ્ભવ સાથે છે. ભાષ્યકાર જિનભદ્ર જમાલિ વગેરે આઠ નિદ્વવોનો ઉલ્લેખ કર્યો છે તથા સંક્ષેપમાં તેમના મતોનું પણ વર્ણન કર્યું છે. પ્રથમ નિદ્વવ ?
પ્રથમ નિદ્વવનું નામ જમાલિ છે. તેણે બહુરત મતનું પ્રરૂપણ કર્યું. તેનું જીવન-વૃત્ત આ પ્રમાણે છે : ક્ષત્રિયકુમાર જમાલિએ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પાંચસો પુરુષો સાથે મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી તથા તે તેમનો આચાર્ય થયો. જે સમયે તે શ્રાવસ્તીના તેદુક ઉદ્યાનમાં ઉતર્યો હતો તે સમયે તેને કોઈ રોગ થઈ ગયો. તેણે પોતાના એક શિષ્યને પથારી પાથરવાનું કહ્યું. થોડી વાર પછી તેણે તે શિષ્યને પૂછ્યું – “પથારી પથરાઈ ગઈ?” તેણે પાથરતા-પાથરતાં જ ઉત્તર આપ્યો – “પથરાઈ ગઈ છે.” જમાલિ સૂવા માટે ઊભો થયો. તેણે જઈને જોયું તો પથારી હજી પાથરવામાં જ આવી રહી હતી. આ જોઈને તેણે વિચાર્યું – ભગવાન મહાવીર જે “યમાdi #તમ્' અર્થાતુ “કરાઈ રહેલું કરી નાખવામાં આવ્યું”નું કથન કરે છે તે મિથ્યા છે. જો “યમ” (કરાઈ રહેલું) “ત' (કરી નાખવામાં આવ્યું હોત તો હું આ પથારી પર આ સમયે જ સૂઈ શકત પરંતુ વાત એવી નથી. આથી મહાવીરનો તે સિદ્ધાન્ત કે “કરાઈ રહેલું કરાયેલ છે.” ખોટો છે. બીજા સાધુઓએ તેને “વિમા તમ્'નો વાસ્તવિક અર્થ સમજાવ્યો પરંતુ તેના મનમાં કોઈની વાત ન બેઠી. તેણે તે જ સમયે પોતાના વિરોધી સિદ્ધાન્ત “બહુરત'નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org