________________
૧૨૦
આગમિક વ્યાખ્યાઓ - આચાર્ય જિનભદ્ર નિવૃત્તિકુળના હતા, તેનું પ્રમાણ ઉપર્યુક્ત લેખો સિવાય અન્યત્ર નથી મળતું. આ નિવૃત્તિકુળ કેવી રીતે પ્રસિદ્ધ થયું, તે માટે નિમ્ન કથનનો આધાર લઈ શકાય –
ભગવાન મહાવીરના ૧૭મા પટ્ટ પર આચાર્ય વજસેન થયા હતા. તેમણે સોપારક નગરના શેઠ જિનદત્ત અને શેઠાણી ઈશ્વરીના ચાર પુત્રોને દીક્ષા આપી હતી. તેમનાં નામ આ મુજબ હતા : નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર. આગળ જતાં તેમના નામે ભિન્ન-ભિન્ન ચાર પ્રકારની પરંપરાઓ પ્રચલિત થઈ અને તેમની નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ તથા વિદ્યાધર કુળો રૂપે પ્રસિદ્ધિ થઈ.'
આ વિગતો સિવાય તેમના જીવન સંબંધિત અન્ય કોઈ વિશેષ વાત નથી મળતી. હા, તેમના ગુણોનું વર્ણન ચોક્કસ ઉપલબ્ધ થાય છે. જીતકલ્પચૂર્ણિના કર્તા સિદ્ધસેનગણિ પોતાની ચૂર્ણિના પ્રારંભમાં આચાર્ય જિનભદ્રની સ્તુતિ કરતાં તેમના ગુણોનું આ મુજબ વર્ણન કરે છે –
જે અનુયોગધર, યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓથી બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશળ તથા દર્શન-જ્ઞાનોપયોગના માર્ગરક્ષક છે. જે રીતે કમળની સુગંધથી વશ થઈને ભ્રમર કમળની ઉપાસના કરે છે, તે જ રીતે જ્ઞાનરૂપી મકરંદના પિપાસુ મુનિઓ જિનના મુખરૂપ ઝરણાંથી પ્રવાહિત જ્ઞાનરૂપી અમૃતનું સર્વદા સેવન કરે છે. સ્વ-સમય તથા પર-સમયના આગમ, લિપિ, ગણિત, છંદ અને શબ્દશાસ્ત્રો પર કરવામાં આવેલાં વ્યાખ્યાનોથી નિર્મિત જેમનો અનુપમ યશપટહ દશે દિશાઓમાં વાગી રહ્યો છે, જેમણે પોતાની અનુપમ બુદ્ધિના પ્રભાવથી જ્ઞાન, જ્ઞાની, હેતુ, પ્રમાણ તથા ગુણધરવાદનું સવિશેષ વિવેચન વિશેષાવશ્યકમાં ગ્રંથનિબદ્ધ કર્યું છે, જેમણે છેદસૂત્રોના અર્થના આધારે પુરુષવિશેષના પૃથક્કરણ અનુસાર પ્રાયશ્ચિત્તની
વિખ્યાત થયો હશે. આથી કાળાંતરે “વાદી પણ “વાચકનો પર્યાયવાચી બની ગયો હોય તે
સ્વાભાવિક છે. સિદ્ધસેન જેવા શાસ્તવિશારદ વિદ્વાન પોતાને “દિવાકર' કહેવરાવતા હશે અથવા તેમના સાથીઓએ તેમને “દિવાકર'પદવી આપી હશે, એટલે વાચકના પર્યાયોમાં દિવાકર'ને પણ સ્થાન મળી ગયું. આચાર્ય જિનભદ્રનો યુગ ક્ષમાશ્રમણોનો યુગ રહ્યો હશે, આથી સંભવિત છે કે તેમની પછીના લેખકોએ તેમના માટે “વાચનાચાર્ય'ના સ્થાને “ક્ષમાશ્રમણ' પદનો ઉલ્લેખ કર્યો હોય.
– ગણધરવાદ : પ્રસ્તાવના, પૃ. ૩૧. ૧. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨, પૃ. ૬૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org