________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૭૧
૧
આ રીતે જ્યારે ભગવાન મહાવીરે પ્રભાસનો સંશય દૂર કર્યો ત્યારે તેમણે પણ પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવાન પાસેથી જિનદીક્ષા અંગીકાર કરી. અહીં સુધી ગણધરવાદનો અધિકાર છે. ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થવાથી જે અગિયાર પંડિતોએ તેમની સાથે વિવિધ દાર્શનિક વિષયો પર ચર્ચા કરી તથા તે ચર્ચાથી સંતુષ્ટ થઈને ભગવાનના મુખ્ય શિષ્ય બન્યા તેઓ જ જૈન-સાહિત્યમાં અગિયાર ગણધરો રૂપે પ્રસિદ્ધ છે.
સામાયિકની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાલ વગેરે દ્વારો તરફ સંકેત કર્યો તથા તેમાંથી તૃતીય દ્વાર નિર્ગમ અર્થાત્ ઉત્પત્તિની ચર્ચા કરતાં એમ બતાવ્યું કે જે દ્રવ્યથી સામાયિકનો નિર્ગમ થયો છે તે દ્રવ્ય અહીં ભગવાન મહાવીર રૂપે છે. આ રીતે ભગવાન મહાવીરનો પ્રસંગ સામે રાખીને ભાષ્યકારે ગણધરવાદની વિસ્તૃત ચર્ચા કરી.
ક્ષેત્ર અને કાલ :
ક્ષેત્ર નામના ચતુર્થ દ્વારની ચર્ચા કરતાં આચાર્ય કહે છે કે સર્વપ્રથમ મહાસેનવન નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીરે સામાયિકનું પ્રરૂપણ કર્યું અને ત્યાર પછી પરંપરા મુજબ અન્યત્ર પણ પ્રરૂપણ કર્યું. આ પ્રથમ પ્રરૂપણ કયા કાળે થયું ? વૈશાખ શુક્લા એકાદશીના પૂર્વાહ્ન કાળે અર્થાત્ પ્રથમ પૌરુષીમાં સામાયિકનો નિર્ગમ થયો. આ રીતે ક્ષેત્ર અને કાળ રૂપે ચતુર્થ અને પંચમ દ્વા૨સંબંધી ચર્ચા પૂર્ણ થાય છે. પુરુષ ઃ
છઠ્ઠા દ્વાર પુરુષની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે પુરુષના અનેક ભેદ છે : દ્રવ્યપુરુષ, અભિલાપપુરુષ, ચિહ્નપુરુષ, ધર્મપુરુષ, અર્થપુરુષ, ભોગપુરુષ, ભાવપુરુષ. શુદ્ધજીવ તીર્થંકરરૂપ પુરુષ ભાવપુરુષ કહેવાય છે. પ્રકૃતમાં ભાવપુરુષનું ગ્રહણ કરવું જોઈએ.પ
કારણ :
સાતમા દ્વાર કારણનું વ્યાખ્યાન કરતાં આચાર્ય કહે છે કે કારણનો નિક્ષેપ ચાર પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આમાંથી દ્રવ્યકારણના બે ભેદ છે : તદ્રવ્ય અને અન્યદ્રવ્ય; અથવા નિમિત્ત અને નૈમિત્તિક; અથવા સમવાયી અને અસમવાયી. આના છ ભેદ પણ થઈ શકે છે : કર્તા, કરણ, કર્મ, સંપ્રદાન,
૧. ગા. ૨૦૨૪.
૪.
ગા. ૨૦૮૩.
Jain Education International
૨. ગા. ૧૪૮૪-૫.
૫. ગા. ૨૦૯૦-૭.
For Private & Personal Use Only
૩. ગા. ૧૫૩૧-૧૫૪૬.
www.jainelibrary.org