________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૬૯ દધિરૂપ તથા ઘડો કપાલરૂપ પરિણામ ધારણ કરે છે, તેમ તે પ્રકાશપરિણામ છોડીને અંધકારપરિણામ ધારણ કરે છે. આથી દીપક સમાન જીવનો પણ સર્વથા ઉચ્છેદ નથી માની શકાતો. અહીં એક શંકા થાય છે કે જો દીપનો સર્વથા નાશ નથી થતો તો તે બુઝાયા બાદ દેખાતો કેમ નથી ? આનો ઉત્તર એ છે કે બુઝાયા પછી તે અંધકારમાં પરિણત થઈ જાય છે, જે પ્રત્યક્ષ જ છે. આથી તે કથન યોગ્ય નથી કે તે દેખાતો નથી. દીપ બુઝાયા બાદ તેટલી જ સ્પષ્ટતાથી કેમ નથી દેખાતો? તેનું કારણ એ છે કે તે ઉત્તરોત્તર સૂક્ષ્મતર પરિણામ ધારણ કરતો જાય છે, આથી વિદ્યમાન હોવા છતાં પણ સ્પષ્ટપણે દેખાતો નથી. જે રીતે વાદળો વીખરાઈ ગયા પછી વિદ્યમાન હોવા છતાં પણ આકાશમાં દષ્ટિગોચર નથી થતાં તથા અંજન-રજ વિદ્યમાન હોવા છતાં પણ આંખોથી દેખાતી નથી તે જ રીતે દીપક પણ બુઝાયા બાદ વિદ્યમાન હોવા છતાં પણ પોતાના સૂક્ષ્મ પરિણામને કારણે સ્પષ્ટ રીતે દેખાતો નથી.' આ જ રીતે નિર્વાણમાં પણ જીવનો સર્વથા નાશ નથી થતો.
જે રીતે દીપ જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે પરિણામોતર પ્રાપ્ત કરે છે અને સર્વથા નષ્ટ નથી થતો તે જ રીતે જીવ પણ જ્યારે પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે નિરાબાધ સુખરૂપ પરિણામાંતર પ્રાપ્ત કરે છે અને સર્વથા નષ્ટ નથી થતો. આથી જીવની દુઃખક્ષયરૂપ વિશેષાવસ્થા જ નિર્વાણ છે, મોક્ષ છે, મુક્તિ છે. મુક્ત જીવને પરમ મુનિ સમાન સ્વાભાવિક પ્રકૃષ્ટ સુખ થાય છે કેમકે તેમાં કોઈ પ્રકારની બાધા નથી હોતી.
એ માન્યતા પણ ઠીક નથી કે મુક્તાત્મામાં જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. જેમ પરમાણુ ક્યારેય અમૂર્ત નથી હોઈ શકતો તેવી જ રીતે આત્મા ક્યારેય જ્ઞાનરહિત નથી હોઈ શકતો. આથી તે કથન પરસ્પર વિરુદ્ધ છે કે “આત્મા' છે અને તે “જ્ઞાનરહિત છે. તેનું શું પ્રમાણ કે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે? એ વાત તો સ્વાનુભવથી જ સિદ્ધ છે કે આપણો આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ રીતે સ્વાત્માની જ્ઞાનસ્વરૂપતા સ્વસંવેદનપ્રત્યક્ષથી સિદ્ધ જ છે. પરદેહમાં વિદ્યમાન આત્મા પણ અનુમાનથી જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થઈ શકે છે. તે અનુમાન આ મુજબ છે : પરદેહગત આત્મા જ્ઞાનસ્વરૂપ છે કેમકે તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોઈ શકાય છે. જો તે જ્ઞાનસ્વરૂપ ન હોય તો સ્વાત્માની માફક ઈષ્ટમાં પ્રવૃત્ત અને અનિષ્ટથી નિવૃત્ત ન થાય. પણ તેમાં ઈષ્ટપ્રવૃત્તિ અને અનિષ્ટનિવૃત્તિ જોવામાં આવે છે આથી તેને જ્ઞાનસ્વરૂપ જ માનવો જોઈએ. જે રીતે પ્રકાશ સ્વરૂપ પ્રદીપને છિદ્રયુક્ત આવરણથી
૩, ગા. ૧૯૯૨.
૧. ગા. ૧૯૮૭-૮.
૨, ગા. ૧૯૯૧. ૪. નૈયાયિકોની આ જ માન્યતા છે : વિલાનમથી મુ$:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org