________________
૧૬૮
આગમિક વ્યાખ્યાઓ
આ બંને હેતુઓનું નિરાકરણ કરતાં મહાવીર કહે છે કે ભૂત-ઈન્દ્રિય વગેરેથી ભિન્નસ્વરૂપ આત્માનો ધર્મ ચૈતન્ય છે, આ વાતની સિદ્ધિ પહેલાં થઈ ચૂકી છે. આથી આત્માને સ્વતન્ત્ર દ્રવ્ય માનવું જોઈએ. આ રીતે અનેક આત્માઓનું અસ્તિત્વ પણ સિદ્ધ કરવામાં આવી ચૂક્યું છે. આ લોકથી ભિન્ન દેવાદિ પરલોકોનો સદ્ભાવ પણ મૌર્ય તથા અકંપિતની સાથે થયેલી ચર્ચામાં સિદ્ધ થઈ ચૂક્યો છે. આથી પરલોકનો સદ્ભાવ માનવો યુક્તિસંગત છે. આત્મા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વભાવયુક્ત છે આથી મૃત્યુ પશ્ચાત્ તેનો સદ્ભાવ સિદ્ધ છે.
૧
આ રીતે મેતાર્યના સંશયનું નિવારણ થયું અને તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી.૨
નિર્વાણની સિદ્ધિ :
આ બધાને દીક્ષિત થયેલા સાંભળીને અગિયારમા પંડિત પ્રભાસના મનમાં પણ ઈચ્છા થઈ કે હું પણ મહાવીર પાસે પહોંચું. એમ વિચારીને તેઓ ભગવાન પાસે પહોંચ્યા. ભગવાને તેમને તે જ રીતે સંબોધિત કરતાં કહ્યું – પ્રભાસ ! તારા મનમાં સંશય છે કે નિર્વાણ છે અથવા નથી ? આ વિષયમાં મારો મત સાંભળ.૩
૪
કોઈ કહે છે કે દીપનિર્વાણ સમાન જીવનો નાશ જ નિર્વાણ અર્થાત્ મોક્ષ છે. કોઈ માને છે કે વિદ્યમાન જીવના રાગ, દ્વેષ વગેરે દુઃખોનો અંત થઈ જવાથી જે એક વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત થાય છે તે જ મોક્ષ છે.પ આ બંનેમાંથી કોને સાચા કહેવામાં આવે ? જીવ તથા કર્મનો સંયોગ આકાશની જેમ અનાદિ છે આથી તેનો ક્યારેય પણ નાશ નથી થઈ શકતો. પછી નિર્વાણ કેવી રીતે માની શકાય ?
જે રીતે કનક-પાષાણ તથા કનકનો સંયોગ અનાદિ છે છતાં પણ પ્રયત્ન દ્વારા કનકને કનકપાષાણથી અલગ કરી શકાય છે તે જ રીતે સમ્યજ્ઞાન અને ક્રિયા દ્વારા જીવ અને કર્મના અનાદિ સંયોગનો અંત થતાં જીવ કર્મથી મુક્ત થઈ શકે છે.
જે લોકો એમ માને છે કે દીપનિર્વાણની જેમ મોક્ષમાં જીવનો પણ નાશ થઈ જાય છે તેમની માન્યતામાં દોષ છે. દીપની અગ્નિનો પણ સર્વથા નાશ નથી થતો. જેમ દૂધ
૧. ગા. ૧૯૫૬-૮.
૨. ગા. ૧૯૭૧.
४. दीपो यथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् ।
'दिशं न काञ्चिद् विदिशं न काञ्चित् स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित् क्लेशक्षयात् केवलमेति शान्तिम् ॥ – સૌન્દરનન્દ, ૧૬, ૨૮-૯.
૫.
૬.
केवलसंविद्दर्शनरूपाः सर्वार्तिदुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः क्षीणान्तरारिंगणा ||
ગા, ૧૯૭૫.
૭. ગા, ૧૯૭૬.
Jain Education International
૩. ગા. ૧૯૭૨-૪.
૮. ગા. ૧૯૭૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org