________________
વિશેષાવશ્યકભાષ્ય
૧ ૬૭ પ. પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ આ સંસારમાં નથી. સમસ્ત ભવપ્રપંચ સ્વભાવથી જ થાય છે. - આ પાંચ પ્રકારના વિકલ્પોમાંથી ચોથો વિકલ્પ જ યુક્તિયુક્ત છે. પાપ તથા પુણ્ય બંને સ્વતંત્ર છે. એક દુઃખનું કારણ છે અને બીજું સુખનું. સ્વભાવવાદ વગેરે યુક્તિથી બાધિત છે.'
દુઃખની પ્રકૃષ્ટતા તદનુરૂપ કર્મના પ્રકર્ષથી સાબિત થાય છે. જે રીતે સુખના પ્રકૃષ્ટ અનુભવનો આધાર પુણ્ય-પ્રકર્ષ છે તે જ રીતે દુઃખના પ્રકૃષ્ટ અનુભવનો આધાર પાપપ્રકર્ષ છે. આથી દુઃખાનુભવનું કારણ પુણ્યનો અપકર્ષ નથી પરંતુ પાપનો પ્રકર્ષ છે. આ જ રીતે માત્ર પાપવાદનું પણ નિરસન કરી શકાય છે. સંકીર્ણપક્ષનું નિરસન કરતાં ભગવાન મહાવીર કહે છે કે કોઈ પણ કર્મ પુણ્ય-પાપ ઉભયરૂપ નથી હોઈ શકતું કેમકે એવું કર્મ નિર્દેતુક છે. આમ કેમ? કર્મ-બંધનું કારણ યોગ છે. કોઈ એક સમયનો યોગ યા તો શુભ હશે યા અશુભ. તે શુભાશુભ ઉભયરૂપે ન હોઈ શકે. આથી તેનું કાર્ય પણ યા તો શુભ હશે યા અશુભ. તે ઉભયરૂપ ન હોઈ શકે. જે શુભ કાર્ય છે તે જ ! પુણ્ય છે અને જે અશુભ કાર્ય છે તે જ પાપ છે.
પુણ્ય અને પાપનું લક્ષણ બતાવતાં આગળ કહેવામાં આવ્યું છે કે જે સ્વયં શુભ વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શયુક્ત હોય તથા જેનો વિપાક પણ શુભ હોય તે પુણ્ય છે. જે આનાથી વિપરીત છે તે પાપ છે. પુણ્ય તથા પાપ બંને પુદ્ગલ છે. તે મેરુ વગેરેની માફક અતિ સ્થૂળ પણ નથી અને પરમાણુની માફક અતિ સૂક્ષ્મ પણ નથી.
આ રીતે ભગવાન મહાવીરે અચલભ્રાતાના સંદેહનું નિવારણ કર્યું. તેમણે પણ પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. પરલોકનો સદુભાવ:
આ બધાની દીક્ષાના સમાચાર સાંભળીને મેતાર્ય પણ મહાવીર પાસે પહોંચ્યા. મહાવીરે તેમને નામ-ગોત્રથી સંબોધિત કરતાં કહ્યું – મેતાર્ય! તને સંશય છે કે પરલોક છે કે નહિ ? હું તારા સંશયનું નિવારણ કરીશ.'
મેતાર્ય! તું એમ સમજે છે કે મદ્યોગ અને મદની માફક ભૂત અને ચૈતન્યમાં કોઈ ભેદ નથી, આથી પરલોક માનવો અનાવશ્યક છે. જ્યારે ભૂતસંયોગના નાશની સાથે જ ચૈતન્યનો પણ નાશ થઈ જાય છે ત્યારે પરલોક માનવાની આવશ્યકતા જ નથી રહેતી. આ જ રીતે સર્વવ્યાપી એક જ આત્માનું અસ્તિત્વ માનવાથી પણ પરલોકની સિદ્ધિ થઈ નથી શકતી.
૪. ગા. ૧૯૪૮.
૧. ગા. ૧૯૧૨-૧૯૨૦. ૫. ગા. ૧૯૪૯-૧૯૫૧.
૨. ગા. ૧૯૩૧-૫. 3. ગા. ૧૯૪૦. ૬. ગા. ૧૯૫૨. ૭. ગા. ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org