________________
૧૬૬
આગમિક વ્યાખ્યાઓ અત્યંત દુઃખી તિર્યંચ અને મનુષ્યને જ પ્રકૃષ્ટ પાપફલનો ભોક્તા માની લેવામાં આવે તો શું મુશ્કેલી છે? દેવોમાં જેવો સુખનો પ્રકર્ષ છે તેવો દુઃખનો પ્રકર્ષ તિર્યંચ અને મનુષ્યોમાં નથી આથી તેમને નારક નથી માની શકાતાં. એવો એક પણ તિર્યંચ અથવા મનુષ્ય નથી જે માત્ર દુઃખી જ હોય. આથી પ્રકૃષ્ટ પાપકર્મફલના ભોક્તા રૂપે તિર્યંચ અને મનુષ્યથી ભિન્ન નારકોનું અસ્તિત્વ માનવું જોઈએ.'
આ રીતે જ્યારે ભગવાને અકંપિતનો સંશય દૂર કર્યો ત્યારે તેમણે પણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સહિત ભગવતી દીક્ષા અંગીકાર કરી લીધી. પુણ્ય-પાપનો સભાવ:
આ બધાને દીક્ષિત થયેલા જાણીને નવમા પંડિત અચલબ્રાતા ભગવાન પાસે પહોંચ્યા. ભગવાને તેમને સંબોધિત કરતાં કહ્યું – અચલભ્રાતા! તને સંદેહ છે કે પુણ્યપાપનો સદૂભાવ છે કે નહિ ? હું તારા આ સંદેહનું નિવારણ કરું છું.'
પુણ્ય-પાપ સંબંધમાં નીચેના વિકલ્પો છે : (૧) માત્ર પુણ્ય જ છે, પાપ નથી; (૨) માત્ર પાપ જ છે, પુણ્ય નથી; (૩) પુણ્ય અને પાપ એક જ સાધારણ વસ્તુ છે, ભિન્ન-ભિન્ન નથી; (૪) પુણ્ય અને પાપ ભિન્ન-ભિન્ન છે; (૫) સ્વભાવ જ બધું છે, પુણ્ય-પાપ કશું નથી.'
૧. માત્ર પુણ્યનો જ સદ્ભાવ છે, પાપનો સર્વથા અભાવ છે. જેમ-જેમ પુણ્ય વધતું જાય છે તેમ-તેમ સુખની વૃદ્ધિ થતી જાય છે. પુણ્યની ક્રમશઃ હાનિ થવાથી સુખની પણ ક્રમશઃ હાનિ થાય છે. પુણ્યનો સર્વથા ક્ષય થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય
૨. માત્ર પાપનો જ સદ્ભાવ છે, પુણ્યનો સર્વથા અભાવ છે. જેમ-જેમ પાપની વૃદ્ધિ થાય છે તેમ-તેમ દુઃખ વધે છે. પાપની ક્રમશઃ હાનિ થવાથી તજ્જનિત દુ:ખનો પણ ક્રમશઃ અભાવ થાય છે. પાપનો સર્વથા ક્ષય થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
૩. પુણ્ય અને પાપ ભિન્ન-ભિન્ન ન હોતાં એક જ સાધારણ વસ્તુના બે ભેદ છે. આ સાધારણ વસ્તુમાં જ્યારે પુણ્યની માત્રા વધી જાય છે ત્યારે તેને પુણ્ય કહેવામાં આવે છે તથા જ્યારે પાપની માત્રા વધી જાય છે ત્યારે તેને પાપ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં પુણ્યાંશનો અપકર્ષ થતાં તેને પાપ કહે છે તથા પાપાંશનો અપકર્ષ થતાં તેને પુણ્ય કહે છે. - ૪. પુણ્ય તથા પાપ બંને સ્વતંત્ર છે. સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનું કારણ પાપ છે.
૧. ગા. ૧૯OO. ૫. ગા. ૧૯૦૯.
૨. ગા. ૧૯૦૪, ૬. ગાં. ૧૯૧૦.
૩. ગા. ૧૯૦પ-૭. ૪. ગા. ૧૯૦૮. ૭, ગા. ૧૯૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org