________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૪૫ દેખાવું જોઈએ. તે તો ખપુષ્પની જેમ સર્વથા અપ્રત્યક્ષ છે, આથી તેનું અસ્તિત્વ સ્વીકારી નથી શકતું. જો કોઈ એમ કહે કે જીવ અનુમાનથી સિદ્ધ છે તો તે પણ બરાબર નથી. કારણ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ થાય છે. જેનું પ્રત્યક્ષ જ નથી તેની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઈ શકે છે? પ્રત્યક્ષથી નિશ્ચિત ધૂમ્ર તથા અગ્નિના અવિનાભાવસંબંધનું સ્મરણ થયા પછી જ ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શકાય છે. જેનાથી તે લિંગનું પુનઃ પ્રત્યક્ષ થવા પર તે સંબંધનું સ્મરણ થઈ જાય તથા તેનાથી જીવનું અનુમાન કરી શકાય એવા જીવના કોઈ પણ લિંગનું સબંધગ્રહણ તેની સાથે પ્રત્યક્ષ દ્વારા નથી થતું. આગમ પ્રમાણથી પણ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકાતું, કેમકે જેનું પ્રત્યક્ષ જ નથી તે આગમનો વિષય કેવી રીતે થઈ શકે? કોઈ એવી વ્યક્તિ નજરે નથી પડતી જેનાથી જીવનું પ્રત્યક્ષ થાય અને જેના વચનોને પ્રમાણભૂત માનીને જીવનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. બીજી વાત એ છે કે આગમ પ્રમાણ માનવા છતાં પણ જીવની સિદ્ધિ નથી થઈ શકતી, કેમકે વિભિન્ન આગમો પરસ્પર વિરોધી તત્ત્વો સિદ્ધ કરે છે. જે વાતની એક આગમ સિદ્ધિ કરે છે તેની જ બીજું ખંડન કરે છે. આવી સ્થિતિમાં આગમના આધારે પણ જીવનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. આ રીતે કોઈ પણ પ્રમાણથી જીવના અસ્તિત્વની સિદ્ધિ નથી થઈ શકતી, આથી તેનો અભાવ માનવો જોઈએ. એવું હોવા છતાં પણ લોકો જીવનું અસ્તિત્વ કેમ માને છે ?'
આ સંશયનું નિવારણ કરતાં ભગવાન મહાવીર કહે છે – હે ગૌતમ ! તારો આ સંદેહ ઉચિત નથી. તારી એ માન્યતા કે “જીવ પ્રત્યક્ષ નથી, ઠીક નથી, કેમકે જીવ તને પ્રત્યક્ષ છે જ. તે કેવી રીતે ? “જીવ છે કે નહીં એ પ્રકારનું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે કેમકે જીવ વિજ્ઞાનરૂપ છે. તારો સંશય તો તને પ્રત્યક્ષ છે જ. આવી દશામાં તને જીવ પ્રત્યક્ષ થઈ જ રહ્યો છે. આ ઉપરાંત “મેં કર્યું', 'હું કરું છું', “હું કરીશ” વગેરે રૂપથી ત્રણે કાળ સંબંધી વિવિધ કાર્યોનો પણ નિર્દેશ કરવામાં આવે છે આમાં “હું” (અહમ્)રૂપ જે જ્ઞાન છે તે પણ આત્મ-પ્રત્યક્ષ જ છે. બીજી વાત એ છે કે જો સંશય કરનારું કોઈ ન હોય તો હું છું કે નહીં તે સંશય કોને -- થશે ? જેને સ્વરૂપમાં જ સંદેહ હોય તેના માટે સંસારમાં કઈ વસ્તુ અસંદિગ્ધ હશે? એવી વ્યક્તિને સર્વત્ર સંશય થશે. અનુમાનથી જીવની સિદ્ધિ કરતાં આગળ કહેવામાં આવ્યું છે કે આત્મા પ્રત્યક્ષ છે કેમકે તેના સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણો સ્વસંવેદન દ્વારા પ્રત્યક્ષ અનુભવાય છે. જે ગુણીના ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થાય છે તે ગુણીનો પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે જેમકે ઘટ. જીવના ગુણ પ્રત્યક્ષ છે આથી
૧. ગા. ૧૫૪૦-૧૫૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org