________________
વિશેષાવશ્યકભાષ્ય
૧ ૬૧ કાર્ય કારણની સમાન જ હોય છે તેવી માન્યતા યોગ્ય નથી. એવો કોઈ એકાન્તિક નિયમ નથી કે કાર્ય કારણની જેવું જ હોય છે. શૃંગમાંથી પણ શર નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તેની પર જો સરસવનો લેપ કરવામાં આવે તો ફરી તેમાંથી એક વિશેષ પ્રકારનું ઘાસ ઉત્પન્ન થાય છે. ગાય તથા બકરીના વાળથી દૂર્વા (દાભ) ઉત્પન્ન થાય છે. એ જ રીતે વિવિધ પ્રકારના દ્રવ્યોના સંયોગથી વિલક્ષણ વનસ્પતિની ઉત્પત્તિનું વર્ણન વૃક્ષાયુર્વેદમાં મળે છે. આથી એમ માનવું જોઈએ કે કારણથી વિલક્ષણ કાર્ય પણ ઉત્પન્ન થઈ શકે છે. એવો એકાન્તિક નિયમ નથી કે કાર્ય કારણાનુરૂપ જ હોય.'
કારણાનુરૂપ કાર્ય માનવાથી પણ ભવાન્તરમાં વિચિત્રતા સંભવે છે. કારણાનુરૂપ કાર્ય સ્વીકારવાથી પણ એમ નિશ્ચિત નથી કહી શકાતું કે મનુષ્ય મરીને મનુષ્ય જ બને છે. આમ કેમ? બીજને અનુરૂપ અંકુરની ઉત્પત્તિ માનવા છતાં પણ પરભવમાં જીવમાં વૈચિત્ર્ય માનવું જ પડશે. મનુષ્યનું ઉદાહરણ લઈએ. ભવાંકુરનું બીજ મનુષ્ય પોતે ન હોતાં તેનું કર્મ હોય છે. કર્મ વિચિત્ર છે આથી તેનો પરભવ પણ વિચિત્ર જ હશે. કર્મની વિચિત્રતાનું પ્રમાણ એ છે કે કર્મ પુદ્ગલનું પરિણામ છે આથી તેમાં બાહ્ય અભ્રાદિ વિકાર માફક વૈચિય હોવું જોઈએ. કર્મની વિચિત્રતાના રાગ-દ્વેષાદિ વિશેષ કારણો છે.?
કર્મના અભાવમાં પણ ભવ માની લેવામાં આવે તો શું આપત્તિ છે? આવી સ્થિતિમાં ભવનો નાશ પણ નિષ્કારણ માનવો પડશે અને મોક્ષને માટે તપસ્યા વગેરે અનુષ્ઠાન પણ વ્યર્થ સાબિત થશે. એ જ રીતે જીવોના વૈસાદૃશ્યને પણ નિષ્કારણ માનવું પડશે. આ રીતે કર્મના અભાવમાં ભવની સત્તા માનતાં અનેક દોષોનો સામનો કરવો પડશે.
કર્મના અભાવમાં સ્વભાવથી જ પરભવ માનવામાં શું હાનિ છે ? તેનો ઉત્તર આપતાં મહાવીર કહે છે કે સ્વભાવ શું છે ? તે કોઈ વસ્તુ છે, નિષ્કારણતા છે અથવા વસ્તુધર્મ છે? વસ્તુ માનવાથી તેની ઉપલબ્ધિ હોવી જોઈએ પરંતુ આકાશકુસુમ સમાન તેની ઉપલબ્ધિ નથી થતી આથી તે વસ્તુ નથી. જો અનુપલબ્ધ હોવા છતાં પણ સ્વભાવનું અસ્તિત્વ સ્વીકારી શકાય છે તો અનુપલબ્ધ હોવા છતાં કર્મનું અસ્તિત્વ સ્વીકારવામાં શું આપત્તિ છે? બીજી વાત એ છે કે સ્વભાવની વિસદશતા વગેરેની સિદ્ધિ માટે કોઈ હેતુ નથી મળતો કે જેનાથી જગત-વૈચિત્ર્ય સાબિત થઈ
૧. ગા. ૧૭૭૩-૫. ૪. ગા. ૧૭૮૪.
૨. ગા. ૧૭૭૬-૮,
૩. ગા. ૧૭૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org