________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૪૩ ઉદેશ :
ઉદેશનો અર્થ છે સામાન્ય નિર્દેશ. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, સમાસ, ઉદેશ અને ભાવ ભેદથી આઠ પ્રકારનો હોય છે. ભાષ્યકારે આનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.' નિર્દેશ :
વસ્તુનો વિશેષ ઉલ્લેખ નિર્દેશ છે. આના પણ નામાદિ આઠ ભેદ થાય છે. આનો પણ ભાષ્યકારે વિશેષ પરિચય આપ્યો છે તથા નય દૃષ્ટિથી સામાયિકની ત્રિલિંગતાનો વિસ્તારથી વિચાર કર્યો છે. નિર્ગમ : - નિર્ગમનો અર્થ છે પ્રસૂતિ અર્થાત્ ઉત્પત્તિ. નિર્ગમ છ પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ. આ ભેદોની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે જે દ્રવ્યથી સામાયિકનું નિર્ગમન થયું છે તે દ્રવ્ય અહીં મહાવીર રૂપે છે. જે ક્ષેત્રમાં તેનો નિર્ગમ થયો છે તે મહસેન વન છે. તેનો કાળ પ્રથમ પૌરૂષી-પ્રમાણકાલ છે. ભાવ વક્ષ્યમાણ લક્ષણ ભાવપુરુષ છે. આ સંક્ષેપમાં સામાયિકના નિર્ગમાંગો છે. સામાયિકના નિર્ગમ સાથે સ્પર્વ મહાવીરના નિર્ગમની ચર્ચા કરતાં ભાષ્યકાર નિર્યુક્તિકારના જ શબ્દોમાં કહે છે કે મહાવીર કઈ રીતે મિથ્યાત્વાદિ અંધારામાંથી નીકળ્યા, કઈ રીતે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તથા કઈ રીતે સામાયિકની ઉત્પત્તિ થઈ – વગેરે વાતો બતાવીશ.' આટલું કર્યા પછી ભાષ્યકાર એકદમ ગણધરવાદની વ્યાખ્યા શરૂ કરી દે છે. ટીકાકાર મલધારી હેમચન્દ્ર ઉપર્યુક્ત વાતો તરફ આપણું ધ્યાન ખેંચતા કહે છે કે આ બધી વાતો સૂત્રસિદ્ધ જ છે. આમાં જે કંઈ કઠિન પ્રતીત થાય તે મૂલાવશ્યકવિવરણથી જાણી લેવું જોઈએ. ગણધરવાદ :
ભગવાન મહાવીર તથા અગિયાર પ્રમુખ બ્રાહ્મણ-પંડિતોની વચ્ચે વિભિન્ન દાર્શનિક વિષયો પર જે ચર્ચા થઈ તથા ભગવાનના મંતવ્યોથી પ્રભાવિત થઈને આ પંડિતોએ મહાવીરના સંઘમાં સમ્મિલિત થવાનું સ્વીકાર્યું, તેની ભાષ્યકાર જિનભદ્ર પોતાના ગ્રંથમાં વિસ્તૃત તર્કયુક્ત ચર્ચા કરી છે. આ જ ચર્ચાનું નામ ગણધરવાદ છે. આ ચર્ચામાં દાર્શનિક જગતના લગભગ સમસ્ત વિષયોનો સમાવેશ કરી લેવામાં
૧. ગા. ૧૫૮૬-૧૪૯૬. ૩. ગા. ૧૫૨૧-૧૫૪૬.
૨. ગા. ૧૪૯૭-૧૫૩૦. ૪. ગા. ૧૫૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org