________________
૧૪૨
આગમિક વ્યાખ્યાઓ અનુયોગ : - સૂત્રકર્થકોનું વ્યાખ્યાન કર્યા પછી અર્થેકાર્થકોનું વ્યાખ્યાન શરૂ થાય છે. અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક – આ પાંચ એકર્થકો છે. અનુયોગનો સાત પ્રકારે નિક્ષેપ થાય છે : નામાનુયોગ, સ્થાપનાનુયોગ, દ્રવ્યાનુયોગ, ક્ષેત્રાનુયોગ, કાલાનુયોગ, વચનાનુયોગ અને ભાવાનુયોગ." આચાર્યે આ ભેદોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. આ જ રીતે અનુયોગના વિપર્યયરૂપ અનનુયોગનું પણ સોદાહરણ અને સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. નિયત, નિશ્ચિત અથવા હિત (અનુકૂળ) યોગનું નામ નિયોગ છે. તેનાથી અભિધેયની સાથે સૂત્રનો સમ્બન્ધ સ્થાપિત થાય છે. તેનો પણ અનુયોગની માફક સભેદ તથા સોદાહરણ વિચાર કરવો જોઈએ. વ્યક્ત વાફનું નામ ભાષા છે. તેનાથી શ્રુતના ભાવસામાન્યની અભિવ્યક્તિ થાય છે. ભાવવિશેષની અભિવ્યક્તિનું નામ વિભાષા છે. વૃત્તિ (સૂત્રવિવરણ)નું બધા પર્યાયો વડે વ્યાખ્યાન કરવું તે વાર્તિક કહેવાય છે. વ્યાખ્યાન-વિધિની ચર્ચા કરતાં ભાષ્યકારે વિવિધ દૃષ્ટાન્તો આપીને એ સમજાવ્યું છે કે ગુરુ અને શિષ્યની યોગ્યતા અને અયોગ્યતાનો માપદંડ કયો છે ? જે રીતે હંસ ભળેલા દૂધ અને પાણીમાંથી પાણી છોડીને દૂધ પી જાય છે તે જ રીતે સુશિષ્ય ગુરુના દોષોને એક બાજુ રાખીને તેના ગુણોને જ ગ્રહણ કરે છે. જે રીતે એક પાડો કોઈ જળાશયમાં ઊતરીને તેનું બધું પાણી એવી રીતે ગંદુ અને કલુષિત કરી નાખે છે કે તે ન તો તેના પોતાના પીવાના કામમાં આવી શકે છે અને ન કોઈ અન્ય પણ તેને પી શકે છે, તે જ રીતે કુશિષ્ય કોઈ વ્યાખ્યાન-મંડળમાં જઈને પોતાના ગુરુ અથવા શિષ્યની સાથે એવી રીતે ઝઘડો શરૂ કરી દે છે કે તે વ્યાખ્યાનનો રસ ન તો તે પોતે લઈ શકે છે અને ન કોઈ અન્ય પણ. આ રીતે અનેક સુંદર-સુંદર ઉદાહરણો આપીને આચાર્ય જિનભદ્ર ગુરુ-શિષ્યના ગુણ-દોષોનું સરસ, સરળ તથા સફળ ચિત્રણ કર્યું છે.' સામાયિક-કાર :
વ્યાખ્યાન-વિધિનું વિવેચન કર્યા પછી આચાર્ય સામાયિક-સંબંધી દ્વારવિધિની વ્યાખ્યા શરૂ કરે છે. તે દ્વાર-વિધિ આ પ્રમાણે છે : ઉદેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાલ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત, કિમ્, કતિવિધિ, કસ્ય, કુત્ર, કેષ, કથમ્, કિયચ્ચિર, કતિ, સાન્તર, અવિરહિત, ભવ, આકર્ષ, સ્પર્શન, નિરુક્તિ.
૧. ગા. ૧૩૮૫-૮, ૪. ગા. ૧૪૧૦-૧૪૨૨.
૨. ગા. ૧૩૮૯-૧૪૦૯. ૫. ગા. ૧૪૪૬-૧૪૮૨.
૩. ગા. ૧૪૧૦-૮. ૬. ગા. ૧૪૮૪-૫.
-
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org