________________
આગમિક વ્યાખ્યાઓ
અથવા એમ કહો કે સંસારી આત્મા વસ્તુતઃ એકાંતરૂપે અમૂર્ત નથી. જીવ તથા કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાને કારણે કથંચિત જીવ પણ કર્મપરિણામરૂપ છે, આથી તે તે રૂપમાં મૂર્ત પણ છે. આ પ્રમાણે મૂર્ત આત્મા ૫૨ મૂર્ત કર્મ દ્વારા થનાર અનુગ્રહ અને ઉપઘાતનો સ્વીકાર કરવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ. દેહ અને કર્મમાં પરસ્પર કાર્ય-કારણભાવ છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ છે અને એ રીતે બીજાંકુર સંતતિ અનાદિ છે તે જ રીતે દેહથી કર્મ અને કર્મથી દેહનો ઉદ્ભવ સમજવો જોઈએ. દેહ અને કર્મની આ પરંપરા અનાદિ છે. ઈશ્વરકતૃત્વનું ખંડન ઃ
૧૫૨
અગ્નિભૂતિ એક બીજી શંકા ઊભી કરે છે. તેઓ કહે છે કે જો ઈશ્વરાદિને જગત-વૈચિત્ર્યનું કારણ માની લેવામાં આવે તો કર્મની કોઈ આવશ્યકતા નથી રહેતી. મહાવીર કહે છે કે કર્મની સત્તા ન માનતાં માત્ર શુદ્ધ જીવને જ દેહાદિની વિચિત્રતાનો કર્તા માનવામાં આવે અથવા ઈશ્વરાદિને આ સમસ્ત વૈચિત્ર્યનો કર્તા માનવામાં આવે તો આપણી બધી માન્યતાઓ અસંગત સિદ્ધ થશે. આમ કેમ ? જો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિને કર્મ-સાધનની અપેક્ષા નથી તો તે શરીરાદિનો આરંભ જ ન કરી શકે કેમકે તેની પાસે આવશ્યક ઉપકરણોનો અભાવ છે, જેમ કુંભાર દંડ વગેરે ઉપકરણોના અભાવમાં ઘડા વગેરેનું નિર્માણ નથી કરી શકતો તે જ રીતે ઈશ્વર કર્માદિ સાધનોના અભાવમાં શરીર વગેરેનું નિર્માણ નથી કરી શકતો. આ જ રીતે નિશ્ચેષ્ટતા, અમૂર્તતા વગેરે હેતુઓથી પણ ઈશ્વર-કર્તૃત્વનું ખંડન કરી શકાય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરે અગ્નિભૂતિના સંશયનું નિવારણ કરી આપ્યું તેથી તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. આત્મા અને શરીરના ભેદ :
ઈન્દ્રભૂતિ તથા અગ્નિભૂતિના દીક્ષિત થવાના સમાચાર સાંભળીને વાયુભૂતિ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાને તેમને સંબોધિત કરતાં કહ્યું વાયુભૂતિ ! તારા મનમાં એ સંશય છે કે જીવ અને શરીર એક જ છે અથવા જુદા-જુદા છે ? તને વેદ-પદોનો સાચો અર્થ સમજાયો નથી, એટલા માટે તને આ પ્રકારનો સંદેહ થઈ રહ્યો છે.” તું એમ માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ – આ ચાર ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે છે. જે રીતે મઘ ઉત્પન્ન કરનારી જુદી-જુદી વસ્તુઓમાં મદક્તિ દેખાતી નથી છતાં પણ તેમના સમુદાયથી મદશક્તિ
-
૧. ગા. ૧૬૩૮-૯.
Jain Education International
૨. ગા. ૧૬૪૧-૨. ૩. ગા. ૧૬૪૪.
For Private & Personal Use Only
—
૪. ગા. ૧૬૪૯
www.jainelibrary.org