________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૫૭ વિષયમાં નહિ. બીજી વાત એ છે કે સંશયાદિ જ્ઞાનપર્યાય છે. જ્ઞાનની ઉત્પત્તિ જ્ઞેય વિના સંભવતી નથી. આથી જો જોય જ નથી તો સંશય ઉત્પન્ન જ કેવી રીતે થશે ?'
અહીં કોઈ એમ કહી શકે કે એવો કોઈ નિયમ નથી કે જો બધાનો અભાવ હોય તો સંશય જ ન થાય. જેમ સૂતેલાં પુરુષ પાસે કંઈ પણ નથી હોતું છતાં પણ તે સ્વપ્રમાં સંશય કરે છે કે “આ ગજરાજ છે અથવા પર્વત?' આથી બધું શૂન્ય હોવા છતાં પણ સંશય થઈ શકે છે. આ કથન યોગ્ય નથી. સ્વપ્રમાં જે સંદેહ થાય છે તે પણ પૂર્વાનુભૂત વસ્તુના સ્મરણથી જ થાય છે. જો બધી વસ્તુઓનો સર્વથા અભાવ હોય તો સ્વપ્રમાં પણ સંશય ન થાય. જે કારણોથી સ્વમ થાય છે તે આ મુજબ છે : અનુભૂત અર્થ – જેમકે સ્નાનાદિ, દષ્ટ અર્થ– જેમકે હસ્તિ-તુરગાદિ, ચિંતિત અર્થ – જેમકે પ્રિયતમા વગેરે, શ્રત અર્થ – જેમકે સ્વર્ગ-નરકાદિ, પ્રકૃતિ વિકાર – જેમકે વાત-પિત્તાદિ, અનુકૂળ અથવા પ્રતિકૂળ દેવતા, સજળ પ્રદેશ, પુણ્ય તથા પાપ. આથી સ્વપ્ર પણ ભાવરૂપ છે. સ્વમ ભાવરૂપ છે કેમકે ઘટ-વિજ્ઞાનાદિ માફક તે પણ વિજ્ઞાનરૂપ છે અથવા સ્વમ ભાવરૂપ છે કેમકે તે પણ પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે, જેમ ઘટ વગેરે પોતાના કારણોથી ઉત્પન્ન થવાને કારણે ભાવરૂપ છે. ૨
શૂન્યવાદમાં એક દોષ એ પણ છે કે જો બધું જ શૂન્ય હોય તો સ્વમ-અસ્વમ, સત્ય-મિથ્યા, ગન્ધર્વનગર-પાટલિપુત્ર, મુખ્ય-ગૌણ, સાધ્ય-સાધન, કાર્ય-કારણ, વક્તા-વચન, ત્રિઅવયવ-પંચાવયવ, સ્વપક્ષ-પરપક્ષ વગેરે ભેદ પણ ન હોય.
એમ કહેવું કે સમસ્ત વ્યવહાર સાપેક્ષ છે, આથી કોઈ પદાર્થની સ્વરૂપસિદ્ધિ નથી થઈ શકતી, અયુક્ત છે. આપણી સામે એક પ્રશ્ન છે કે હૃસ્વ-દીર્ઘનું જ્ઞાન યુગપદ્ થાય છે કે ક્રમશઃ? જો યુગપદ્ થાય છે તો જે સમયે મધ્યમા આંગળીના વિષયમાં દીર્ઘત્વનો પ્રતિભાસ થયો તે જ સમયે પ્રદેશિનીમાં હૃસ્વત્વનો પ્રતિભાસ થયો, એવું માનવું પડશે. આવી અવસ્થામાં એમ નથી કહી શકાતું કે હૃસ્વત્વદિર્ઘત્વ સાપેક્ષ છે. જો હ્રસ્વ-દીર્ઘનું જ્ઞાન ક્રમશઃ થાય છે તો પહેલાં પ્રદેશિનીમાં હૃસ્વત્વનું જ્ઞાન થાય છે જે મધ્યમ આંગળીના દીર્ઘત્વના પ્રતિભાસથી નિરપેક્ષ છે. આથી એમ માનવું પડે છે કે હૃસ્વત્વ-દીર્ઘત્વનો વ્યવહાર માત્ર સાપેક્ષ નથી. એક બીજું ઉદાહરણ લઈએ. બાળક જન્મ લીધાં પછી સર્વપ્રથમ આંખો ખોલીને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાં શાની અપેક્ષા છે? તથા બે સદશ પદાર્થોનું જ્ઞાન જો એક સાથે થાય તો તેમાં પણ કોઈની અપેક્ષા દષ્ટિગોચર નથી થતી. આ બધી મુશ્કેલીઓ
૧. ગા. ૧૨૯૭-૧૭૦૦.
૨. ગા. ૧૭૦૨-૪.
૩. ગા. ૧૭૦૫-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org