________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૫૧
ક્રિયાઓ માફક તેનું પણ ફળ માનવું જોઈએ. તે જ ફળ કર્મ છે. આ કર્મના કાર્યરૂપે સુખદુઃખ વગેરે આગળ જતાં ફરી આપણે અનુભવીએ છીએ.૧ મૂર્ત કર્મ :
જો કાર્યના અસ્તિત્વથી કારણની સિદ્ધિ થાય છે તો શરીર વગેરે કાર્ય મૂર્ત હોવાને કારણે તેનું કારણરૂપ કર્મ પણ મૂર્ત જ હોવું જોઈએ. આ સંશયનું નિવાસ્ય કરતાં ભગવાન મહાવીર કહે છે કે હું કર્મને મૂર્ત જ માનું છું કારણકે તેનું કાર્ય મૂર્ત છે. જેમ પરમાણુનું કાર્ય ઘટ મૂર્ત છે આથી પરમાણુ પણ મૂર્ત છે, તેવી જ રીતે કર્મનું શરીરાદિ કાર્ય મૂર્ત છે આથી કર્મ પણ મૂર્ત જ છે.
કર્મનું મૂર્તત્વ સિદ્ધ કરનાર અન્ય હેતુઓ આ છે : (૧) કર્મ મૂર્ત છે કારણકે તેની સાથે સંબંધ થવાથી સુખ આદિનો અનુભવ થાય છે, જેમકે ભોજન. જે અમૂર્ત હોય છે તેની સાથે સંબંધ થવાથી સુખ વગેરેનો અનુભવ નથી થતો, જેમકે આકાશ. (૨) કર્મ મૂર્ત છે કેમકે તેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, જેમકે અગ્નિ. (૩) કર્મ મૂર્ત છે કેમકે તેમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે. જેમ ઘટાદિ પદાર્થો પર તેલ વગેરે બાહ્ય વસ્તુનું વિલેપન કરવાથી બલાધાન થાય છે — સ્નિગ્મતા આવે છે તે જ રીતે કર્મમાં પણ માળા, ચંદન, વનિતા વગેરે બાહ્ય વસ્તુઓના સંસર્ગથી બલાધાન થાય છે આથી તે મૂર્ત છે. (૪) કર્મ મૂર્ત છે કેમકે તે આત્માદિથી ભિન્ન રૂપમાં પરિણામી છે, જેમકે દૂધ.
3
કર્મ અને આત્માનો સંબંધ :
કર્મને મૂર્ત માનવાથી અમૂર્ત આત્મા સાથે તેનો સંબંધ કેવી રીતે થઈ શકે ? ઘટ મૂર્ત છે છતાં પણ તેનો સંયોગ સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે. બરાબર એ જ રીતે મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ થાય છે. અથવા જે રીતે આંગળી વગેરે મૂર્ત દ્રવ્યનો આચન વગેરે અમૂર્ત ક્રિયા સાથે સંબંધ થાય છે તે જ પ્રમાણે કર્મ અને જીવનો સંબંધ સિદ્ધ થાય છે.૪
સ્થૂળ શરીર મૂર્ત છે પરંતુ તેનો આત્મા સાથે સંબંધ પ્રત્યક્ષ જ છે. એ જ રીતે ભવાંત૨માં જતાં જીવનો કાર્મણ શરીર સાથે સબંધ થવો જ જોઈએ અન્યથા નવા સ્થૂળ શરીરનું ગ્રહણ સંભવી નથી શકતું.પ
મૂર્ત દ્વારા અમૂર્તનો ઉપઘાત અને અનુગ્રહ કેવી રીતે થઈ શકે ? વિજ્ઞાનાદિ અમૂર્ત છે પરંતુ મદિરા, વિષ વગેરે મૂર્ત વસ્તુઓ દ્વારા તેમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ વગેરે પૌષ્ટિક ભોજન વડે તેમનો ઉપકાર થાય છે. એ જ રીતે મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્માનો અનુગ્રહ અથવા ઉપકાર થઈ શકે છે.
૧. ગા. ૧૬૧૫૬.
૪.
ગા. ૧૬૩૫.
Jain Education International
૨. ગા. ૧૬૨૫.
૫. ગા. ૧૬૩૬.
૩. ગા. ૧૬૨૬-૭. ૬. ગા. ૧૬૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org