________________
૧૫૪
આગમિક વ્યાખ્યાઓ ઈન્દ્રિય-ભિન્ન આત્મસાધક અનુમાન :
ભૂત અથવા ઈન્દ્રિયોથી જુદા કોઈ તત્ત્વનો ધર્મ ચૈતન્ય છે, કેમકે ભૂત અથવા ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે, જેમ પાંચ ઝરુખામાંથી ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થવાને કારણે ઝરૂખાઓથી ભિન્નસ્વરૂપ દેવદત્તનો ધર્મ ચૈતન્ય છે. જેમ ક્રમશ: પાંચ ઝરુખામાંથી જોનાર દેવદત્ત એક જ છે અને તે આ ઝરુખાઓથી ભિન્ન છે કેમકે તે પાંચે ઝરૂખાઓ દ્વારા જોવામાં આવેલી ચીજોનું સ્મરણ કરે છે, તે જ રીતે પાંચે ઈન્દ્રિયો દ્વારા ગૃહીત પદાર્થોનું સ્મરણ કરનાર પણ ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ તત્ત્વ અવશ્ય હોવું જોઈએ. આ જ તત્ત્વનું નામ આત્મા અથવા જીવ અથવા ચેતના છે. જો સ્વયં ઈન્દ્રિયોને જ ઉપલબ્ધિકર્તા માની લેવામાં આવે તો શું આપત્તિ છે? ઈન્દ્રિયવ્યાપાર બંધ થવાથી અથવા ઈન્દ્રિયોનો નાશ થવાથી પણ ઈન્દ્રિયો દ્વારા ગૃહીત વસ્તુનું સ્મરણ થાય છે તથા ક્યારેક-ક્યારેક ઈન્દ્રિયવ્યાપારના અસ્તિત્વમાં પણ અન્યમનસ્કને વસ્તુનું જ્ઞાન નથી થતું, આથી એમ માનવું જોઈએ કે કોઈ વસ્તુનું જ્ઞાન ઈન્દ્રિયોને નથી થતું પરંતુ ઈન્દ્રિયભિન્ન કોઈ અન્યને જ થાય છે. આ જ જ્ઞાતા આત્મા છે.
બીજું અનુમાન આ મુજબ છે : આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે તે એક ઈન્દ્રિય દ્વારા ગૃહીત પદાર્થને બીજી ઈન્દ્રિયથી ગ્રહણ કરે છે. જેમ એક બારીમાંથી જોવામાં આવેલાં ઘડાને દેવદત્ત બીજી બારીમાંથી ગ્રહણ કરે છે આથી દેવદત્ત બંને બારીઓથી ભિન્ન છે, તેવી જ રીતે આત્મા પણ એક ઈન્દ્રિયથી ગૃહીત વસ્તુને બીજી ઈન્દ્રિયથી ગ્રહણ કરે છે આથી તે ઈન્દ્રિયોથી ભિન્ન છે. બીજી વાત એ છે કે વસ્તુનું ગ્રહણ એક ઈન્દ્રિયથી થાય છે પરંતુ વિકાર બીજી ઈન્દ્રિયમાં થાય છે, જેમ આંખો દ્વારા આમલી વગેરે આપ્ત પદાર્થ દેખાય છે પરંતુ લાલાગ્નવાદિ વિકાર (લાળ પડવી, મોંમાં પાણી આવવું) જિલ્લામાં થાય છે, આથી એમ માનવું પડે છે કે આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
ત્રીજું અનુમાન આ પ્રમાણે છે : જીવ ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે તે બધી ઈન્દ્રિયો દ્વારા ગૃહીત અર્થનું સ્મરણ કરે છે. જે રીતે પોતાની ઈચ્છાથી રૂપ વગેરે એક-એક ગુણના જ્ઞાતા એવા પાંચ પુરુષોથી રૂપ વગેરેનું જ્ઞાન ગ્રહણ કરનારો પુરુષ ભિન્ન છે, તે જ રીતે પાંચે ઈન્દ્રિયોથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનારું પાંચે ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ તત્ત્વ હોવું જોઈએ. આ જ તત્ત્વ આત્મા છે.
૧.
ગા. ૧૬૫૭-૮.
૨. ગા. ૧૬૫૯,
૩, ગા. ૧૬૬૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org