________________
૧૧૮
આગમિક વ્યાખ્યાઓ મહાભાષ્યની ગાથાસંખ્યા ૨૫૭૪ છે. વ્યવહારભાષ્યમાં ૪૬૨૯ ગાથાઓ છે. નિશીથભાષ્યમાં લગભગ ૬૫૦૦ ગાથાઓ છે. જીતકલ્પભાષ્યની ગાથાસંખ્યા ૨૬૦૬ છે. ઓનિર્યુક્તિ પર બે ભાષ્યો છે જેમાં એકની ગાથાસંખ્યા ૩૨૨ અને બીજાની ૨૫૧૭ છે. પિંડનિર્યુક્તિ-ભાષ્યમાં ૪૬ ગાથાઓ છે.
ભાષ્યકાર :
ઉપલબ્ધ ભાષ્યોની પ્રતિઓના આધારે માત્ર બે ભાષ્યકારોના નામની જાણ થાય છે. તેઓ છે આચાર્ય જિનભદ્ર અને સંઘદાસગણિ. આચાર્ય જિનભદ્રે બે ભાષ્યો રચ્યાં : વિશેષાવશ્યકભાષ્ય અને જીતકલ્પભાષ્ય. સંઘદાસગણિના પણ બે ભાષ્યો છે : બૃહત્કલ્પ-લઘુભાષ્ય અને પંચકલ્પ-મહાભાષ્ય.
આચાર્ય જિનભદ્ર :
આચાર્ય જિનભદ્ર'નું પોતાના મહત્ત્વપૂર્ણ ગ્રંથોના કારણે- જૈન પરંપરાના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. આટલું હોવા છતાં પણ આશ્ચર્ય તે વાતનું છે કે તેમના જીવનની ઘટનાઓનાં વિષયમાં જૈન ગ્રંથોમાં કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી. તેમના જન્મ અને શિષ્યત્વના વિષયમાં પરસ્પર વિરોધી ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો બહુ પ્રાચીન નથી પરંતુ ૧૫મી અથવા ૧૬મી શતાબ્દીની પટ્ટાવલીઓમાં છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે આચાર્ય જિનભદ્રને પટ્ટપરંપરામાં સમ્યક્ સ્થાન નથી મળ્યું. તેમના મહત્ત્વપૂર્ણ ગ્રંથો તથા તેમના આધારે લખવામાં આવેલાં વિવરણો જોઈને જ પછીના આચાર્યોએ તેમને ઉચિત મહત્ત્વ આપ્યું તથા આચાર્ય-પરંપરામાં સમ્મિલિત કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં વાસ્તવિકતાની માત્રા અધિક ન હતી આથી એ સ્વાભાવિક છે કે વિભિન્ન આચાર્યોના ઉલ્લેખોમાં મતભેદ હોય. આ જ કારણ છે કે તેમના સંબંધમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેઓ આચાર્ય હરિભદ્રના
પટ્ટ પર આવ્યા.
આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્યની પ્રતિ શક સંવત્ ૫૩૧માં લખવામાં આવી તથા વલભીના એક જૈન મંદિરમાં સમર્પિત કરવામાં આવી. આ ઘટનાથી એવું પ્રતીત થાય છે કે આચાર્ય જિનભદ્રનો વલભી સાથે કોઈ સંબંધ જરૂર હોવો જોઈએ. આચાર્ય જિનપ્રભ લખે છે કે આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે મથુરામાં દેવનિર્મિત સ્તૂપના દેવની આરાધના એક પક્ષની તપસ્યા દ્વારા કરી અને ઊધઈ દ્વારા ખવાયેલાં મહાનિશીથસૂત્રનો ઉદ્ધાર કર્યો.ર આનાથી એમ સિદ્ધ થાય છે કે આચાર્ય
૧. ગણધરવાદ : પ્રસ્તાવના, પૃ. ૨૭-૪૫. ૨. વિવિધતીર્થકલ્પ, પૃ. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org