________________
. પ્રથમ પ્રકરણ
ભાષ્ય અને ભાષ્યકાર, આગમોની પ્રાચીનતમ પદ્યાત્મક ટીકાઓ નિયુક્તિઓ રૂપે પ્રસિદ્ધ છે. નિર્યુક્તિઓની વ્યાખ્યા-શૈલી બહુ ગૂઢ તથા સંકોચશીલ છે. કોઈ પણ વિષયનો જેટલા વિસ્તારથી વિચાર થવો જોઈએ, તેનો તેમાં અભાવ છે. તેનું કારણ એ છે કે તેનો મુખ્ય ઉદેશ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવાનો છે, નહિ કે કોઈ વિષયનું વિસ્તૃત વિવેચન. એ જ કારણ છે કે નિર્યુક્તિઓની અનેક વાતો પછીની વ્યાખ્યાઓની સહાય વિના સરળતાથી સમજમાં નથી આવતી. નિર્યુક્તિઓના ગૂઢાર્થને પ્રકટરૂપે પ્રસ્તુત કરવા માટે પછીના આચાર્યોએ તેમની વિસ્તૃત વ્યાખ્યાઓ લખવાનું આવશ્યક માન્યું. આ રીતે નિર્યુક્તિઓના આધારે અથવા સ્વતંત્રરૂપે જે પદ્યાત્મક વ્યાખ્યાઓ લખવામાં આવી તે ભાષ્યરૂપે પ્રસિદ્ધ છે. નિર્યુક્તિઓની જેમ ભાષ્યો પણ પ્રાકૃતમાં જ છે. ભાષ્ય :
જે રીતે પ્રત્યેક આગમ-ગ્રંથ પર નિર્યુક્તિ ન રચી શકાઈ તે જ રીતે પ્રત્યેક નિર્યુક્તિ પર ભાષ્ય પણ ન રચી શકાયું. નિમ્નલિખિત આગમ-ગ્રંથો પર ભાષ્ય રચવામાં આવ્યાં છે : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, ૫. પંચકલ્પ, ૬. વ્યવહાર, ૭. નિશીથ, ૮. જીતકલ્પ, ૯, ઓઘનિર્યુક્તિ, ૧૦. પિંડનિર્યુક્તિ.
આવશ્યકસૂત્ર પર ત્રણ ભાષ્યો લખવામાં આવ્યાં છે : ૧. મૂલભાષ્ય, ૨. ભાષ્ય અને ૩. વિશેષાવશ્યકભાષ્ય. પ્રથમ બે ભાષ્યો બહુ જ સંક્ષિપ્ત રૂપે લખવામાં આવ્યાં અને તેમની અનેક ગાથાઓ વિશેષાવશ્યકભાષ્યમાં સમ્મિલિત કરી લેવાઈ. આ રીતે વિશેષાવશ્યકભાષ્યને ત્રણ ભાષ્યોનું પ્રતિનિધિ માની શકાય, જે આજે પણ મોજૂદ છે. આ ભાષ્ય આવશ્યકસૂત્ર પર ન હોતાં માત્ર તેના પ્રથમ અધ્યયન “સામાયિક' પર છે. એક અધ્યયન પર હોવા છતાં પણ તેમાં ૩૬૦૩ ગાથાઓ છે. દશવૈકાલિકભાષ્યમાં ૬૩ ગાથાઓ છે. ઉત્તરાધ્યયનભાષ્ય પણ ખૂબ નાનું છે. તેમાં માત્ર ૪૫ ગાથાઓ છે. બૃહત્કલ્પ પર બે ભાષ્યો છે : બૃહત્ અને લઘુ. બૃહદ્દભાષ્ય પૂરું ઉપલબ્ધ નથી. લઘુભાષ્યમાં ૬૪૯૦ ગાથાઓ છે. પંચકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org